મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડ આવેલ 25 વારીયામાં એકટીવા પગમાં અડી જતા યુવાનને પાઇપ વડે બે શખ્સોએ માર માર્યો


SHARE









મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ આવેલ 25 વારિયામાં યુવાન પોતાનું એકટીવા પોતાના ઘર પાસે મૂકવા માટે જતો હતો ત્યારે ત્યાં બેઠેલ વ્યક્તિને એકટીવા પગમાં અડી ગયું હતું જેથી કરીને બે શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો આપીને ઢીકા પાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ પાઇપ વડે માથામાં માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં બે શખ્સોની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં આવેલ 25 વારિયામાં રહેતા સલીમભાઈ ઉર્ફે ડેની હાજીભાઈ સુમરા જાતે સંધિ (35) એ હાલમાં ઈકબાલ ઉર્ફે ચીની અને આદિલ નામના બે શખ્સોની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તે પોતાનું એકટીવા પોતાના ઘર પાસે રાખવા માટે જતો હતો ત્યારે ત્યાં બેઠેલ ઈકબાલના પગમાં એકટીવા અડી ગયું હતું જેથી કરીને ઇકબાલે જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ઇકબાલ અને આદિલે તેને ઢીકા પાટુનો માર માર્યો હતો અને દરમિયાન ઈકબાલે તેને માથાના ભાગે લોખંડનો પાઇપ પણ ફટકાર્યો હતો. અને બંને આરોપીઓએ સલીમભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ઈજા પામેલા સલીમભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે શરૂ કરેલ છે




Latest News