મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોને સન્માનીત કરાયા


SHARE









મોરબીમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોને સન્માનીત કરાયા

ગઇકાલે મોરબીમા એસપી કચેરી ખાતે જિલ્લામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોને એસપી સહિતના અધિકારીઓનાં હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા સાથોસાથ પોલીસ કર્મચારીઓના સંતાનોએ શિક્ષણમાં પ્રગતિ કરી હોય તે બદલ તેઓનું પણ સન્માન કરાયું હતું.

મોરબીમાં એસપી એસ.આર. ઓડેદરાની અધ્યક્ષતામાં એસપી કચેરી ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ડીવાયએસપી રાધિકા ભારાઇ, એમ.આઇ.પઠાણ તથા એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય સહિતના જિલ્લાના અધિકારીઓએ ત્યાં હાજર હતા અને ફરજમાં ઉત્કૃષ્ટ કામ કરનારા પોલીસ અધિકારી અને કર્મચારીને તેમજ શિક્ષણમાં સફળતા મેળવનારા તેઓના સંતાનોને પ્રશંસાપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા જેમાં આશાબેન રાવતભાઇ લોખીલ (બી.એડ ફાઇનલ સેમેસ્ટરમાં ૬૨૫ ગુણમાંથી ૬૧૮ ગુણ પ્રાપ્ત કરી ૯૮.૮૮%), રાધિકા પ્રવિણભાઇ પટેલ (ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૬૦૦ માંથી ૫૩૫ ગુણ પ્રાપ્ત કરી ૯૪.૫૯ પર્સેન્ટાઇલ મેળવ્યા), રાવતભાઇ લોખીલ (એ.એસ.આઇ.,બીલ્ડીંગ જમાદાર, એસ.પી. કચેરી), પી.ડી.પટેલ (પીએસઆઈ કોમ્પ્યુટર સેલ, એસ.પી. કચેરી), લક્ષ્મીબેન રામજીભાઇ ધરજીયા, જનકસિંહ જયરાજસિંહ જાડેજા, પ્રફુલભાઇ કરશનભાઇ પરમાર, વિજયભાઇ મુમાભાઇ ગોલતર,  સાગરભાઇ કિરીટભાઇ કંઝારીયા, આશીફભાઇ રહિમભાઇ ચાણક્ય, અઝરૂદિન જુમાભાઇ ભટ્ટી, જીગર કમલેશભાઇ વડગામા વિગેરેનો સમાવેશ થાય છે 




Latest News