મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી અને માળીયામાં જુગારની છ રેડ: ૧૧ જુગારી પકડાયા


SHARE









મોરબી અને માળીયામાં જુગારની છ રેડ: ૧૧ જુગારી પકડાયા

મોરબી અને માળીયામાં જુદા જુદા જુગારની રેડ કરવામાં આવી હતી અને જેમાં મહિલાઓ સહિત કુલ મળીને ૧૧ જુગારીઓ પકડવામાં આવેલ છે

મોરબીના સામા કાંઠા વિસ્તારમાં કુબેર સિનેમા પાસે શોભેશ્વર રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા અશોકભાઈ મગનભાઈ સનુરા, કિશનભાઇ રાજેશભાઈ દૂદાકિયા અને સંજયભાઈ અમરશીભાઈ ધામેચા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૧૩૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા હાઇવે રોડ ઉપર શક્તિ સોસાયટી પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જયંતીભાઈ દેવજીભાઈ શ્રીમાળી અને મનોજભાઈ હમીરભાઇ સેતા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૮૪૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના વીસીપરા વિસ્તારમાં કુલી નગર બે પાસે આવેલ ઉજાલા ડેરી નજીક જાહેરમાં શેરીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા હનીફાબેન સઈદુભાઈ જેડા, અસગરભાઈ હુસેનભાઇ સેડાત અને આસિફભાઇ હાજીભાઈ જંગીયા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૮૮૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ટંકારાની ખીજડીયા ચોકડી પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા જાકબભાઈ ઉર્ફે ઝાકીર મીઠુભાઈ સમા જાતે ફકીર (૨૮) રહે. ટંકારા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય તેની પાસેથી ૪૦૦૦ ની કિંમતનો મોબાઇલ અને ૭૬૦ રૂપિયા રોકડા આમ કુલ મળીને ૪૭૬૦ રૂપિયાની રોકડ કબજે કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માળિયામાં નવાગામ પાસે ખંઢેર મકાન નજીક વરની જુગારના આંકડા લેતા પોલીસે રફિકભાઈ હાજીભાઈ જામ જાતે મિયાણા (૩૪) રહે. વાડા વિસ્તાર જુના રેલવે સ્ટેશન પાસે માળિયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૨૫૦ રૂપિયાની રોકડ કબજે કરેલ છે આવી જ રીતે માળીયા મીયાણામાં તળાવ પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા અલાઉદીનભાઈ ઝાકમભાઈ ભટ્ટી જાતે મિયાણા (૨૫) રહે. માળીયા મીયાણા વાળો ૪૫૦ ની રોકડ ખાતે જળપાતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News