મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર 1 અને 5 તારીખે યોજાશે બે તબક્કામાં મતદાન


SHARE









ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર 1 અને 5 તારીખે યોજાશે બે તબક્કામાં મતદાન.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તેવી છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી દરમિયાન આજે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને આગામી 1 અને 5 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજવાનું છે અને આઠ ડિસેમ્બરના રોજ તેની મતગણતરી થવાની છે.ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે થઈને ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તેની છેલ્લા ઘણા દિવસોથી આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી અને રાજકીય પક્ષો દ્વારા તેના ઉમેદવારોને જાહેર કરવા માટેની ગતિવિધિ શરૂ કરવામાં આવી હતી જોકે આજે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માટે થઈને તારીખો જાહેર કરી દેવામાં આવી છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી તારીખ 1અને 5 ડિસેમ્બરના રોજ જુદા જુદા બે તબક્કામાં મતદાન યોજાશે અને આઠમી ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે અને તેની સાથે જ હિમાચલ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.




Latest News