મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે ડમ્પર ચાલકે સીઆઇડીની ગાડીને પાછળથી ટક્કર મારી: ત્રિપલ અકસ્માત. 


SHARE









 

માળીયા (મી)ના હરીપર પાસે ડમ્પર ચાલકે સીઆઇડીની ગાડીને પાછળથી ટક્કર મારી: ત્રિપલ અકસ્માત. 

મોરબી કચ્છ હાઇવે ઉપર મચ્છુ નદીના પુલ ઉપરથી હરીપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા ડમ્પર ચાલકે આગળના ભાગમાં જતી સીઆઇડીની સરકારી બોલેરો ગાડીમાં તેનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને બોલેરો ગાડી આગળના ભાગમાં જતી બીજી ગાડી સાથે અથડાઈ હતી અને ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વાહનોમાં નુકસાન થયું હતું જેથી કરીને સરકારી વાહનના ચાલકે હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ કચ્છ મોરબી હાઇવે ઉપર મચ્છુ નદીના પુલ ઉપર હરીપર ગામ પાસેથી હાલ ભુજ સીઆઇડી શાખામાં ફરજ બજાવતા પન્નાભાઈ અજયભાઈ સેંગલ (૨૯) બોલેરો ગાડી નંબર જીજે ૧૮ જીબી ૫૬૭૨ લઈને પસાર થતા હતા ત્યારે તેની પાછળના ભાગમાં આવી રહેલ ડમ્પર નંબર જીજે ૧૨ બીવાય ૯૮૦૨ ના ચાલકે ધડાકાભેર તેનું વાહન બોલેરો ગાડીની પાછળના ભાગનું અથડાવ્યું હતું જેથી કરીને બોલેરો ગાડી આગળના ભાગમાં જતી ટવેરા ગાડી નંબર જીજે ૬ એચએસ ૧૦૪૨ ની પાછળના ભાગમાં અથડાઈ હતી આમ ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સરકારી વાહન તેમજ ટવેરા ગાડીમાં નુકસાની થયેલ હતી જેથી કરીને પન્નાભાઈ સેંગલ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પરના ચાલક સુરેશભાઈ નટુભાઈ સાલાણી રહે. ભીમાસર તાલુકો રાપર વાળાની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

હાર્ટ એટેક

મોરબી નજીકના નાગડાવાસ ગામે રહેતા સવાભાઈ હમીરભાઇ રાઠોડ (૬૫) પોતાના ઘરે હતા ત્યારે તેને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો હતો જેથી તેના સંબંધી વસંતભાઈ તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે, ફરજ ઉપરના ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News