વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છી પીઠ પાસે જુગાર રમતા ત્રણ જુગારી ૧૨૭૦૦ ની રોકડ સાથે ઝડપાયા.


SHARE









મોરબીમાં મચ્છી પીઠ પાસે જુગાર રમતા ત્રણ જુગારી ૧૨૭૦૦ ની રોકડ સાથે ઝડપાયા.

મોરબીમાં જુના બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં મચ્છી પીઠ પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૨૭૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં મચ્છીપીઠ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા નીજામભાઈ સલીમભાઈ મોવર જાતે મિયાણા (૨૦), ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર જાતે દરબાર (૫૪) અને કાંતિલાલ ઉર્ફે મિથુન દેવરાજભાઈ ડાભી જાતે સતવારા (૫૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૨૭૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

હાર્ટ એટેક

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ધર્મમંગલ સોસાયટીમાં રહેતા પીતાંબરભાઈ પોપટભાઈ ગોઠી (૬૨) પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ અટેક આવી હતા જેથી તેને સિવિલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News