મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ૮ મી નવેમ્બરે રજાના દિવસે ઉમેદવારી પત્ર મેળવવા-રજૂ કરવાની કામગીરી શરૂ રહેશે


SHARE









મોરબીમાં ૮ મી નવેમ્બરે રજાના દિવસે ઉમેદવારી પત્ર મેળવવા-રજૂ કરવાની કામગીરી શરૂ રહેશે

૫મી નવેમ્બરથી  ૬૫-મોરબી, ૬૬- ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા વિસ્તાર માતે ઉમેદવારી પત્ર મેળવવાની તથા રજૂ કરવાની પ્રકિયા શરૂ કરવામા આવી છે જે ૧૪ નવેમ્બર સુધી ચાલુ રહેનાર છે.

ગુજરાત રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભારતના ચૂંટણી પંચે વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે નિયત કરેલ કાર્યક્રમ અનુસાર પ્રથમ તબક્કા માટે તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી ઉમેદવારી પત્રો રજૂ કરવાના રહેશે. જાહેર રજાના દિવસો બાદ કરતા બાકીના દિવસોએ સવારના ૧૧:૦૦ કલાકથી બપોરના ૦૩:૦૦ કલાક સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે.વધુમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ- ૩૩(૧) મુજબ ચૂંટણી અધિકારીશ્રીએ જાહેર રજાના દિવસોએ ઉમેદવારી પત્રો સ્વીકારવાના રહેશે નહીં. અહીં "જાહેર રજા" એટલે કે Negotiable instruments Act,૧૮૮૧ની કલમ-૨૫ હેઠળના હેતુ માટેની "જાહેર રજા" અર્થ માન્ય રહેશે. તા.૦૮/૧૧/૨૦૨૨ના રોજની જાહેર રજા Negotiable instruments Act,૧૮૮૧ની કલમ-૨૫ હેઠળના હેતુ માટેની જાહેર રજાની વ્યાખ્યામાં આવતી ન હોવાથી આ દિવસે ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા.૨૫/૧૦/૨૦૨૨ના રોજ રજા જાહેર કરવામાં આવી હતી. આ રજાની અવેજીમાં તા.૧૨/૧૧/૨૦૨૨ને શનિવારના રોજ રાજ્ય સરકાર હસ્તકની તમામ કચેરીઓ ચાલુ રાખવામાં આવશે. તા.૧૨/૧૧/૨૦૨૨ના બીજા શનિવારની રજા ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ Negotiable instruments Act,૧૮૮૧ની કલમ-૨૫ હેઠળના હેતુ માટેની જાહેર રજાની વ્યાખ્યામાં આવતી હોવાથી આ દિવસે ચૂંટણી અધિકારીઓ દ્વારા કોઈપણ ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે નહીં. ઉપરાંત રવિવારના દિવસે પણ જાહેર રજાના કારણે કોઈપણ ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે નહીં એમ વધુ યાદીમાં જણાવાયું છે.




Latest News