મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી ખાતે ચૂંટણી ખર્ચ નિરીક્ષકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ


SHARE









મોરબી ખાતે ચૂંટણી ખર્ચ નિરીક્ષકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

મોરબીમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષક સિધ્ધાર્થ દંગીના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી નિરીક્ષણ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠક અન્વયે ચૂંટણી ખર્ચ નિરીક્ષક સિધ્ધાર્થ દંગીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે નિમાયેલી ફ્લાઈંગ સ્ક્વોડ, એકાઉન્ટિંગ ટીમ સહિતની ટીમોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ ટીમો પાસેથી સંલગ્ન માહિતી મેળવી તમામ બાબતોનું જિણવટ ભર્યું નિરીક્ષણ કરવા સુચના આપી હતી.

આ બાબતે મોરબી પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી ડી.એ.ઝાલાએ તમામ ટીમોને સતત સંપર્કમાં રહીને ટુ-વે કોમ્યુનિકેશન જાળવી રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને મોરબી જિલ્લા ચૂંટણી ખર્ચ નિરીક્ષક પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને મોરબી જિલ્લા મદદનીશ ચૂંટણી ખર્ચ નિરીક્ષક ઈશિતાબેન મેર, લાયઝન ઓફિસર પી.એમ.જાડેજા તેમજ ફ્લાઇંગ સ્ક્વોડ અને એકાઉન્ટિંગ ટીમ સહિતની વિવિધ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા




Latest News