મોરબીમાં દુકાનમાંથી 1.80 લાખના કોપર વાયરની ચોરીના ગુનામાં બે આરોપીની 80 હજારના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ મોરબીના રંગપર ગામે ઓરડીમાં યુવક-યુવતીનો સજોડે આપઘાત મોરબીના નીચી માંડલ-હળવદના સરંભડા ગામે હેવી વીજ લાઈનમાંથી વાયર તૂટવા મામલે ખેડૂતોએ કરી લેખિતમાં પોલીસ ફરિયાદ મોરબીમાં આસ્થા અને ઉમંગ સાથે ઈદે-મિલાદની ઉજવણી કરાઇ: ઝુલૂસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર મોરબી તાલુકામાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરવાના બનાવમાં ખોદયો પહાડ અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ મોરબીમાં મદની સરકારનો ભવ્ય ઉર્સ મુબારક યોજાયો: દેશ-દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારાની દુઆ મોરબીની નાની માધાણી શેરીમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

ટંકારા પડધરી બેઠક ઉપર ગત ચૂંટણીના પરિણામ કરતાં વધુ 10 હજાર મતની લીડ સાથે વિજય બનીશ: લલિત કગથરા


SHARE







મોરબી જિલ્લામાં આવતી ટંકારા પડધરી બેઠક ઉપર હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરાનું નામ પહેલેથી જ નિશ્ચિત હતું અને હાલમાં જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ટંકારા પડધરી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલિતભાઈ કગથરાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે

ત્યારે લલીતભાઈ કગથરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે "ખેડૂત ખેતીને ગામડું બોલે છે કાકાના કામ બોલે છે કહો દિલ સે કાકા ફિર સે" આ સ્લોગન લોકોએ ચૂંટણી જાહેર ન હોતી થઈ ત્યારે પહેલાથી નિશ્ચિત કરી રાખ્યું છે એનો મતલબ એવો છે કે મતદારો માટે છેલ્લા પાંચ વર્ષની અંદર તેમના દ્વારા કરવામાં આવેલા કામને ધ્યાનમાં રાખીને મતદારો સ્વયંભૂ રીતે તેઓની સાથે રહેશે તેવો તેમને આત્મવિશ્વાસ છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા તેઓના નામની જાહેરાત કરવામાં આવતા તેઓએ રાષ્ટ્રીય અને પ્રદેશની નેતાગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો સાથોસાથે તેમને જણાવ્યું હતું કે ટંકારા પડધરી બેઠકની છેલ્લી ચૂંટણીમાં તેઓ જે લીડથી આ બેઠક ઉપર વિજેતા બન્યા હતા તેના કરતાં વધુ 10,000 મતની લીડ સાથે આ વખતેની ચૂંટણીમાં વિજેતા બનશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે

 




Latest News