મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ માળીયા (મી)માં દેશી બનાવટનો એક તમંચો, 21 જીવતા કાર્ટેજ, છરી-તલવાર જેવા હથિયાર સાથે આરોપી ઝડપાયો માળીયા (મી) નજીક હાઈવે ઉપર આગળ જતા ટ્રકની પાછળ ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરતાં નેહુલ અમૃતિયાની તબિયત લથડતા તાબડતોબ રાતે પારણા કરાવ્યા, આજે આંદોલન પાર્ટ 3 ની કરાશે જાહેરત મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલીના નહીં બોલાવતા યુવાનને બે શખ્સોએ પટ્ટા અને ઈંટ વડે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

હાઇકોર્ટે મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં કરેલ સુઓમોટોમાં ૧૪ મીએ સુનાવણી: નવાજૂનીના એંધાણ


SHARE









હાઇકોર્ટે મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં કરેલ સુઓમોટોમાં ૧૪ મીએ સુનાવણી: નવાજૂનીના એંધાણ.

મોરબી ઝુલતો પુલ તૂટી પડવાની હોનારતમાં હાઈકોર્ટે આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરી હતી અને આજે ૧૪ દિવસ જેટલો સમય થઈ ગયો છે. તો પણ હજુ મુખ્ય આરોપી કોણ ?, કોની હતી બેદરકારી ?, પાલિકાની શું ભૂમિકા ? તે સહિતના અનેક સવાલો ઊભા છે ત્યારે  હાઈકોર્ટે કરેલ સુઓમોટોમાં ૧૦ દિવસમાં સરકારે આ ઘટનામાં શું પગલાં લીધા તેનો રિપોર્ટ ફાઈલ કરવાનું કહ્યું છે અને આગમી સોમવાર તારીખ ૧૪ મી નવેમ્બરે તેની સુનાવણી છે જેથી કરીને ત્યારે નવાજૂની થાય તેવી શક્યતા દેખાઈ રહી છે


મોરબીમાં ૩૦ ઓક્ટોમ્બરે સાંજના સમયે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જે હોનારતમાં ૫૦ જેટલા બાળકો સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી અને રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચ વગેરેને એક પક્ષે પક્ષકાર બનાવવાનો આદેશ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અગાઉ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી. ત્યાર બાદ હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો દાખલ કરી હતી અને સરકારને નોટિસ આપીને કામગીરીનો રિપોર્ટ માંગ્યો હતો

મોરબીમાં ઝૂલતો પુલ તા ૩૦ ને રવિવારની સાંજે ધરાશાયી થયાની દુર્ઘટનામાં ૧૩૫ લોકોનાં મોત થયાં હતા. આ દુર્ઘટનામાં ત્રણ દિવસ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. અને તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મોરબી આવ્યા હતા અને મોરબીમાં પુલા હોનારતના ઇજાગ્રસ્તો તેમજ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળ્યા હતા જો કે, આજની તારીખે પણ આ ઘટનામાં હજુ પણ મુખ્ય આરોપી કોણ ?, કોની હતી બેદરકારી ?, પાલિકાની શું ભૂમિકા ? તે સહિતના અનેક સવાલો ઊભા છે ત્યારે સોમવારે હાઇકોર્ટમાં નવા જૂની થાય તેવી શ્કયતા છે






Latest News