મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેર કુવાડવા બેઠક ઉપર ભાજપની પકડ મજબૂત: મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ જીતુભાઈની જીત માટે કર્યો સંકલ્પ


SHARE







વાંકાનેર કુવાડવા બેઠક ઉપર ભાજપની પકડ મજબૂત: મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ જીતુભાઈની જીત માટે કર્યો સંકલ્પ

વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપ દ્વારા સત્તાવાર રીતે જીતુભાઈ સોમાણીને તેના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદ તેઓ પોતાની ઉમેદવારી પત્ર નોંધાવા જવાના છે અને તે પહેલા તેમની વાંકાનેર શહેર સંગઠનના તમામ હોદ્દેદારો, આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મહારાણા કેસરીદેવસિંહ ઝાલા સહિતના સંગઠનના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને તેઓએ પણ જીતુભાઈ સોમાણી તરફે મતદાન વન વે મતદાન થાય તે પ્રકારની લાગણી વ્યક્ત કરી હતી જેથી કરીને જીતુભાઈની જીત નિશ્ચિત બની હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી તારીખ પહેલીના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે જેમાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે પણ મતદાન થવાનું છે ત્યારે આ ત્રણ બેઠકો પૈકીની વાંકાનેર કુવાડવા બેઠક ઉપરના ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને લોકો તરફથી હાલમાં પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમાં પણ સોનામાં સુગંધ ભળે તે રીતે વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા તેમજ વાંકાનેર શહેર સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને સિનિયર આગેવાનો દ્વારા ભાજપ અને જીતુભાઈ સોમાણીને મજબૂત કરવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે

વાંકાનેરમાં આવેલ ગરાસીયા બોર્ડિંગ ખાતે મહારાણા કેસરીદેવસિંહ ઝાલાની હાજરીમાં શહેર સંગઠનના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો, હોદ્દેદારોને કાર્યકર્તાઓ સાથે ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ સહિતના આગેવાનોની બેઠક યોજાઇ હતી અને તેમાં મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણીને ટિકિટ આપી છે ત્યારે સૌ કોઈની જવાબદારી બને છે કે ભાજપ અહીંયા મજબૂત બને તે માટે થઈને તેઓએ જીતુભાઈ સોમાણી તરફે મતદાન થાય તે પ્રકારની લાગણી વ્યક્ત કરી હતી

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખે આ તકે હાજર રહેલા લોકોને સંબોધન કરતા ટૂંકમાં એટલું જ કહ્યું હતું કે આજથી લઈને મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી ભાજપના કમિટેડ મત તથા ભાજપનો એક પણ મત રહી ન જાય તે જોવાની તમામની જવાબદારી છે ત્યારે સૌ કોઈ પોતાની જવાબદારી સમજીને મહારાણા કેસરીદેવસિંહ ઝાલા તથા ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને ધ્યાનમાં રાખીને સો ટકા મતદાન કરાવે તેવી લાગણી વ્યક્ત કરી હતી

તો ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીએ કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની નેતાગીરી દ્વારા જ્યારે મારા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવેલ છે અને ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી છે ત્યારે ઉમેદવારી નોંધાવવા માટે જશે ત્યારે શહેર ભાજપ સંગઠનના આગેવાનો, હોદ્દેદારો કાર્યકરો અને ક્ષત્રિય સમાજના આગેવાનો, હોદ્દેદારોને કાર્યકર્તાઓ સહિતના લોકો તેમની સાથે જોડાય અને આ ચૂંટણીમાં ભાજપ વાંકાનેર પંથકમાં વધુ મજબૂત બને તે પ્રકારની કામગીરી સર્વે સાથે મળીને કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News