મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબી માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે મતદારોના જોરે આત્મવિશ્વાસ સાથે આજે ઉમેદવારી નોંધાવી


SHARE







મોરબી માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે મતદારોના જોરે આત્મવિશ્વાસ સાથે આજે ઉમેદવારી નોંધાવી

મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર સત્તાવાર ઉમેદવાર તરીકે ગઈકાલે સાંજે કોંગ્રેસે જયંતીભાઈ જેરાજભાઇ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું  કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે આજે તેમને ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે તેમણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું જોકે મોરબી શહેરના રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી તેઓ ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટે રવાના થયા ત્યારે પહેલા ઝુલતાપુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ જઈને પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું અને ત્યારબાદ જયંતીભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ખાસ કરીને સરકારે છેલ્લા 25 વર્ષમાં જે કામ નથી કર્યા તે મુદ્દાઓને લઈને લોકો સમક્ષ જશે આટલું જ નહીં પાલિકાનો ગેર વહીવટ અને છેલ્લે બનેલ ઝુલતા પુલની દુર્ઘટનામાં સરકાર અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા જે અધિકારીઓને પદાધિકારીઓની બેદરકારી સામે આખા કામ કરવામાં આવેલ છે આ તમામ મુદ્દાઓને લોકો સમક્ષ સુધારા કરવામાં આવશે તેમજ મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને ગરીબ વર્ગ હાલમાં હેરાન પરેશાન છે ત્યારે મતદારો તરફથી પણ આ વખતે ગત ચૂંટણીની જેમ કોંગ્રેસને ફરી અહીંથી વિજય બનાવવા માટેનો સંકલ્પ કરી લેવામાં આવ્યો છે જેથી કરીને પૂરા આત્મવિશ્વાસ સાથે મતદારોના જોરે તેઓએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનો ઉમેદવારી પત્ર ભરી દીધું છે અને હવે તેના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થશે

 




Latest News