મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીની સબજેલમાં બળાત્કાર કેસના કાચા કામના કેદીએ બેરેકના બાથરૂમમાં જીવનનો અંત આણ્યો, તપાસ ચાલુ


SHARE







મોરબીની સબજેલમાં બળાત્કાર કેસના કાચા કામના કેદીએ બેરેકના બાથરૂમમાં જીવનનો અંત આણ્યો, તપાસ ચાલુ

મોરબીની સબજેલ ખાતે બેરેકના સંડાશ-બાથરૂમમાં કેદીએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.બનાવને પગલે ઉંચ્ચ અધિકારીઓ અને સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેને પીએમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સબજેલ ખાતે બેરેક નંબર ૧૦ માં કેદીએ બાથરૂમમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. તે અંગે જેલ સહાયક અશોક મકવાણા દ્વારા પોલીસને જાણ કરતા જણાવવામાં આવ્યુ હતુ કે રાત્રીના અઢી વાગ્યાના અરસામાં જેલમાં બેલ વાગતા બેરેક નંબર ૧૦ માં તપાસ કરતા કોઈ આરોપી (કૈદી) કે જે બેરેકના સંડાસ-બાથરૂમમાં ગયો હતો અને તે કૈદી એકાદ કલાક સુધી પરત ન આવતા જાણ થવાથી પાછળથી જઈને બેરેક નંબર ૧૦ ના સંડાશ-બાથરૂમમાં બારીમાં તપાસ કરતા જેલનો કૈદી કે જે બાથરૂમમાં ગયો હતો તે લટકતી હાલતમાં મળી આવ્યો હતો અને ગળેફાસો ખાઈને જેલના કૈદીએ આપઘાત કરી લીધો હોવાનું ખુલ્યું હતું. બનાવને પગલે ડીવાયએસપી સહિતના અધિકારીઓને જાણ થતા આ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી અને મૃતદેહને સિવિલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે મૃતકનું કૈદીનું નામ વિશાલ ગોબરભાઈ ચોવસિયા હતુ અને ગત નવરાત્રીમાં હળવદ પંથકની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જવાના કેસના કાચાકામના કૈદી તરીકે તેને મોરબીની સબજેલમાં રખાયો હતો અને ગત મોડી રાત્રીના તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયેલ છે. વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ મોરબી સબજેલમાં ગઈકાલે મોડીરાત્રીના અઢી વાગ્યાના.અરસામાં દુષ્કર્મ કેસના કાચા કામના કેદી વિશાલ ગોબરભાઈ ચોવસિયા નામના કૈદીએ બેરેક નંબર ૧૦ ના બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘતા કરી લેતા તેનું મોત નિપજયુ હતુ. સબજેલમાં આપઘાત કરનાર બંદીવાન કૈદી વિશાલ ગોબરભાઈ ચોવસિયા મૂળ જસદણનો વતની હોવાનું અપહરણ, દુષ્કર્મ,પોકસો તેમજ એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો નોંધાયો હતો અને તે ગુનામાં પોલીસે ભોગ બનેલ સગીરા સાથે તેને પકડી પાડીને કોર્ટમાં રજૂ કરતા મૃતક વિશાલને કાચા કામના કેદી તરીકે મોરબી સબજેલમાં ધકેલાયો હતો જેણે ગતરાત્રીના ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવને પગલે જેલતંત્રમાં હડકંપ મચી ગઇ હતી અને સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી સહીતના અધિકારીઓએ પહોંચીને આ અંગે આગળની તજવીજ હાથ ધરી છે.






Latest News