મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

ટંકારા પડધરી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરા શક્તિ માતાજીના આશીર્વાદ લઈને ફોર્મ ભર્યુ


SHARE







ટંકારા પડધરી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરા શક્તિ માતાજીના આશીર્વાદ લઈને ફોર્મ ભર્યુ

ટંકારા પડધરી બેઠકના વર્તમાન ધારાસભ્ય લલીતભાઈ અગત્યના આ ચૂંટણીમાં પણ કોંગ્રેસ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે મોરબી નજીકના સનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે તેઓના સમર્થકો સાથે તેઓ પરિવાર સાથે પહોંચ્યા હતા અને શક્તિ માતાજીના મંદિરે ધજા ચડાવીને શક્તિ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા અને લોકોની સુખાકારી માટે થઈને આગામી દિવસોમાં વધુને વધુ કામ કરવા માટે થઈને માતાજીને પ્રારિથના કરી હતી અને તેઓએ આત્મવિશ્વાસ સાથે આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે લલીતભાઈ કગથરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષમાં જે કામ ભાજપના ધારાસભ્ય દ્વારા ટંકારા પડધરી મતવિસ્તારમાં કરવામાં ન આવ્યા હતા તેટલા કામ તેઓએ છેલ્લા પાંચ વર્ષની અંદર કરી બતાવ્યા છે જેથી કરીને આજે ગ્રામ્ય વિસ્તારના મતદારો તરફથી તેઓને અભૂતપૂર્વક સહકાર મળી રહ્યો છે તે જોતા ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓને જે લીડ મળી હતી તે રેકોર્ડ આ ચૂંટણીમાં તૂટશે તેવો આત્મવિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો અને જંગી બહુમતી સાથે તેઓ વિજેતા બનશે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તેઓ પણ વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે.




Latest News