મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે પુત્રએ મોબાઈલ ચોરી કરી હોવાની શંકાએ વૃદ્ધાને માર માર્યો


SHARE











મોરબીના સામાકાંઠે પુત્રએ મોબાઈલ ચોરી કરી હોવાની શંકાએ વૃદ્ધાને માર માર્યો

મોરબીના સામાકાંઠે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિર પાસે ઝુપડામાં રહેતા વૃદ્ધાને મારવામાં આવતા વૃદ્ધાને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે એક વૃદ્ધા સહીત ત્રણ હુમલાખોરો દ્વારા પાવડાના હાથ વડે વૃદ્ધાને માર મારવામાં આવ્યો હોય વૃદ્ધાને સારવારમાં રાજકોટ લઈ જવાયા છે.

મારામારીના ઉપરોકત બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ મકનસરના અને હાલ મોરબીના સામાકાંઠે અગ્નેશ્વર મહાદેવ મંદિર નજીક ઝુંપડામાં રહેતા લીલાબેન ભગવાનભાઈ ગાંગડીયા જાતે દેવીપુજક નામના ૬૦ વર્ષીય વૃદ્ધાને બાજુના ઝુંપડામાં રહેતા વનીબેન દેવીપુજક તેમજ તેમના જમાઈ બહાદુર અને તેના ભાઈ અશોક દ્વારા ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હતો. ઢીકાપાટુની મારામારી ઉપરાંત પાવડાના હાથ વડે માથા અને પીઠના ભાગે ધોકો મારવામાં આવેલ હોય લીલાબેનને મોરબી સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે તેઓને રાજકોટ લઈ જવામાં આવ્યા છે. આ અંગે ઇજાગ્રસ્ત લીલાબેનના પુત્ર ભરતભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પોતે મકનસર ગામે પોતાનું ચૂંટણીકાર્ડ લેવા પોતાના પિતાને ત્યાં ગયો હતો અને તેમની માતા કે જેઓ અગ્નિસ્વર મહાદેવ મંદિર પાસે ઝૂંપડામાં રહે છે તે લીલાબેનને તેઓની બાજુમાં રહેતા વનિતાબેન દ્વારા ઝઘડો કરીને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો દીકરો ભરત મારો મોબાઇલ લઈ ગયો છે જેની મારી માતાએ ના પાડી હતી અને જો કે મેં કોઈ મોબાઇલ લીધેલ ન હતો છતાં પણ બાજુમાં રહેતા વનીબેન તેમના જમાઈ બહાદુર અને બહાદુરના ભાઈ અશોક દ્વારા તેઓની માતા લીલાબેનને ઢીકાપાટુ વડે તેમજ પાવડાના હાથા વડે માથા અને પીઠના ભાગે માર મારવામાં આવ્યો હોય લીલાબેનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

વાહન અકસ્માતના ગુનામાં ધરપકડ

મોરબીના તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં થયેલ વાહન અકસ્માતના બનાવમાં હાલમાં પીએસઆઇ પી.આર.સોનારા દ્વારા દેવેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા જાતે દરબાર (૨૮) ધંધો રીક્ષા ડ્રાઇવિંગ રહે.મોટી વાવડી ભરવાડવાસ તા.જી. મોરબીની ધરપકડ કરવામાં આવેલ છે.જ્યારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના રહેવાસી પ્રીતિબેન બીપીનભાઈ ભંખોડીયા નામની ૩૦ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમજ મૂળ વેરાવળનો વતની ચેતન મીઠાભાઈ સોલંકી નામનો ૩૧ વર્ષીય યુવાન બાઇક લઈને મોરબી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ પાવળીયાળી મંદિર નજીકથી બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત થતા તેને સારવારમાં ખસેડાયો હતો.

રાજકોટ ખસેડાયો

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર પાવર હાઉસ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વાહનની સાથે અકસ્માત થતા ઈજા પામેલા મુકુન્દરાય યાદવ નામના ૨૪ વર્ષના પરપ્રાંતિય યુવાનને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપીને મુકુન્દરાય યાદવ નામના યુવાનને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જ્યારે મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતો જીગ્નેશ ઈશ્વરભાઈ હડિયલ નામનો યુવાન એકટીવા લઈને શનાળા રોડ સ્કાય મોલ પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં તેનું એકટીવા સ્લાપ થઈ જતા ઈજાઓ થતા જીગ્નેશ હડીયલને પણ સારવારમાં ખસેડાયો હતો.






Latest News