મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે ઝગડાના સમાધાનમાં થયેલ સામસામી મારામારીમાં ચારની ધરપકડ : ત્રણની શોધખોળ


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે ઝગડાના સમાધાનમાં થયેલ સામસામી મારામારીમાં ચારની ધરપકડ : ત્રણની શોધખોળ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે અગાઉ થયેલ ઝઘડાના સમાધાન માટે બે પક્ષો ભેગા થયા હતા તે દરમિયાન પુન: મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એટ્રોસિટી, ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવા પામી હતી અને સામા પક્ષેથી પણ ફરિયાદ કરવામાં આવી હતી જે બનાવમાં કુલ મળીને હાલમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે જ્યારે ત્રણ ઈસમોને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ ચલાવવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે અગાઉ થયેલા ઝઘડાનો રોષ રાખીને બોલાચાલી થઈ હતી અને બાદમાં તે ઝઘડાના સમાધાન માટે ભેગા થયા હતા ત્યારે મારામારીનો બનાવ બન્યો હતો અને તેમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય કલમ ૩૦૭ (ખૂનની કોશિશ) અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ભોગ બનેલ ગૌતમભાઇ દ્રારા ફરિયાદ નોંધાવવા પામી હતી જે બનાવમાં હાલમાં ડીવાયએસપી ગૌસ્વામી દ્વારા ભાવેશ ઉર્ફે કાલી ઉર્ફે રાધે કિશોરભાઇ સુમેસરા (૨૬), પ્રકાશ ઉર્ફે બાબો ભગવાનજી કણસાગરા જાતે કોળી (૨૪) અને ગજેન્દ્ર ઉર્ફે ગજીયો રમેશભાઇ બાંભણવા જાતે બારોટ (૨૨) રહે. ત્રણેય રફાળેશ્વર તા.જી.મોરબીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ફરિયાદની સામે ભાવેશ સુમેસરા દ્વારા વળતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં ગૌતમ મકવાણા કે જેને છરી લાગેલી હોય હાલ તે સારવાર હેઠળ રાજકોટ છે તેની સામે અને પ્રફુલ નામના ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી જે બનાવમાં ડીવાયએસપી ગોસ્વામી દ્વારા હાલમાં પ્રફુલ બચુભાઇ સોલંકી (૩૦) રહે. મચ્છુનગર રફાળેશ્વર તા.જી.મોરબીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

દવા પી લેતા સારવારમાં

મોરબીના વાઘપરા શેરી નંબર-૧૦ માં 'ભરત નિવાસ' માં રહેતા રાજેશ તુલસીભાઈ ભોજવાણી નામના ૪૧ વર્ષના યુવાને શનાળા રોડ સરદાર બાગ પાસે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે આયુષ હોસ્પિટલે લઈ જવાયો હતો. જ્યારે મોરબીના જેલ ચોકની સામે રહેતા સવિતાબેન લાભુભાઈ મકવાણા નામના ૫૩ વર્ષીય મહિલાને નગરપાલિકાનું કામકાજ કરતા સમયે રોડ ઉપર કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટ લેતા ઇજા પામેલા સવિતાબેન મકવાણાને પણ સારવારમાં ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ ગામે જનકપુરી વિસ્તારમાં રહેતા મેરૂભાઈ કનુભાઈ રાઠોડ નામના ૪૦ વર્ષના યુવાનને રંગપર ગામે જતા સમયે હળવદ રોડ ઉપર આવેલ રામકો સોસાયટી નજીક ટ્રક સાથે ટ્રક અથડાવવાના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના જે.એમ. જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News