મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત આપવા માં અખાડા કરતા શખ્સની એક વર્ષની કેદ ૧૫ લાખ ચૂકવવા હુકમ


SHARE













મોરબીમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત આપવા માં અખાડા કરતા શખ્સની એક વર્ષની કેદ ૧૫ લાખ ચૂકવવા હુકમ

મોરબી તાલુકામાં રૂ. ૧૦ લાખ જેટલી માતબર રકમ લઈને તેના બદલમાં ચેક આપનાર શખ્સનો ચેક રિટર્ન થતા કોર્ટે એક વર્ષની કેદ અને ફરિયાદીને રૂ.૧૫ લાખ ચુકવવાનો હુકમ કર્યો હતો.

અશ્વીનસિંહ દોલુભા ઝાલા પાસેથી હરેશભાઈ કુંવરજીભાઈ ડાભીએ નાણાકીય જરૂરીયાત હોવાનું કહીને સમયાંતરે રૂ.૧૦ લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી. જે બાદ હરેશભાઈએ અશ્વીનસિંહ સાથે સમજુતી કરી હાથ ઉછીના રકમ આપ્યાનો નોટરી કરાર રૂબરૂમાં કર્યો હતો અને રકમ પરત ચુકવવાની બાહેંધરી આપીને તેમની બેંકનો ચેક અશ્વીનસિંહને આપ્યો હતો. તથા એવું વચન પણ આપ્યું હતું કે આ ચેક બેંકમાં વટાવવાથી અશ્વીનસિંહને તેમની રકમ મળી જશે.જેથી અશ્વીનસિંહએ આ ચેક તેમની બેંકમાં જમાં કરતાં ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો. જેથી અશ્વીનસિંહએ તેમના વકીલ જીતેન એલ. દેગામા મારફત હરેશભાઈને લીગલ ડીમાન્ડ નોટીસ મોકલી હતી. નોટીસ મળી હોવા છતાં હરેશભાઈએ રકમ પરત ન કરતાં અને નોટીસનો કોઈ પ્રત્યુતર ન આપતા અશ્વિનસિંહે મોરબી કોર્ટમાં વકીલ જે.ડી.સોલંકી મારફત તા.૧૯-૫-૨૨ ના રોજ વટાઉખત અધીનીયમ(નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ) હેઠળ ફરીયાદ દાખલ કરી હતી.જેણે પગલે કોર્ટ દ્વાર સમન્સ ઈસ્યુ કરતા હરેશભાઈએ કોર્ટમાં તેમના વકીલ મારફત હાજર થઈ કેસ ચલાવ્યો હતો.જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને ચુકાદો આપ્યો હતો કે, હરેશભાઈએ હાથ ઉછીની રકમ ન ચુકવવા બદલ ૧૨ માસની સાદી કેદ અને ૧૫ લાખ રૂપીયા અશ્વીનસિંહને વળતર પેટે ચુકવવા ફરમાવેલ છે.ફરીયાદી અશ્વીનસિંહ તરફેથી અહિંના એડવોકેટ જે.ડી. સોલંકી તથા જીતેન એલ.દેગામા રોકાયેલ હતા.






Latest News