મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા પડધરીના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયાના ફોર્મ સામે કોંગ્રેસનાં લલિતભાઈ કગથરાએ લીધો વાંધો


SHARE







મોરબી જિલ્લામાં આવતી ટંકારા પડધરી બેઠક ઉપર ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થાય તેવી શક્યતા

ટંકારા પડધરી બેઠકના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાએ ભરેલ ઉમેદવારી ફોર્મની સામે હરીફ એવા કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ વાંધો ઉઠાવ્યો છે.

મોરબી જિલ્લામાં આવતી ટંકારા-પડધરી બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર તરીકે દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ગઈકાલે ફોર્મ ભરવામાં આવ્યુ હતુ અને સામે હરીફ ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી લલીતભાઈ કગથરાએ પણ ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી હતી જોકે આજે મોરબી જિલ્લામાં આવતી ટંકારા પડધરી બેઠક ઉપરના ભાજપના ઉમેદવારે ભરેલા ઉમેદવારી ફોર્મની સામે કોંગ્રેસ ઉમેદવાર લલિતભાઈ કગથરા દ્વારા વિરોધી દર્શાવવામાં આવ્યો હતો અને ફોર્મમાં ભરવામાં આવેલી કેટલીક વિગતો સામે વાંધો નોંધાવવામાં આવ્યો છે તેમ જાણવા મળેલ છે. મામલતદાર કચેરી ખાતે લલીતભાઇ કગથરા દ્વારા ઉપરોક્ત વાંધો રજૂ કરવામાં આવ્યો હતો.

ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા અને તેમના જે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવામાં આવ્યા છે તેની સામે વાંધો ઉઠાવીને લલીતભાઈ કગથરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંને પ્રકારના ફોર્મમાં જે ડિટેલ વિગતો ભરવામાં આવી છે તેમાં નોટ એપ્લીકેબલ અથવા તો લાગુ પડતું નથી તેવું લખવું જોઈએ તેના બદલે તે ખાનાઓ ખાલી રાખીને ત્યાં ડેશ કરવામાં આવેલું છે તેવું ધ્યાન ઉપર આવેલ છે જે કરી શકાય નહીં તે માટે લલીતભાઈ દ્વારા કોર્ટના જુદા જુદા જજમેન્ટો ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને હરીફ ઉમેદવાર એવા ભાજપના દુર્લભજીભાઈ દેથરીયાનું અને ડમી ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.જેને પગલે મોરબીના રાજકારણમાં ગરમાવો આવી ગયેલ છે.




Latest News