મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મતદાનના દિવસે મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા સવેતન રજા આપવી: અધિકારી


SHARE







મોરબી જીલ્લામાં મતદાનના દિવસે મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા સવેતન રજા આપવી: અધિકારી

આગામી તા.૧/૧૨ ના રોજ મોરબી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજાનાર છે. જેથી ગુજરાતમાં દુકાનો અને સંસ્થાઓ, કારખાના, બિલ્ડીંગ એન્ડ અધર કન્ટ્રકશન વર્ક્સ, લેબર વગેરે એક્ટ હેઠળ નોંધણી થયેલી સંસ્થા/સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારો-૧૯૫૧  ની કલમ :-૧૩૫ (બી) મુજબ અધિનિયમો તળે નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઇ અનુસાર જાહેર રજા થવાના કારણે સંબધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગાર માંથી કોઇ કપાત કરવાની રહેશે નહી.

જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઉભુ થવાના સંજોગો/શક્યતા હોય, અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય, તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં  કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમનો મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણ થી ચાર કલાકથી વારા ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇથી વિરુધ્ધ વર્તન કરશે તો લોક પ્રતિનિધિત્વ ધારો-૧૯૫૧ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોક્ત સંબધિત કોઇ ફરિયાદ હોય તો જિલ્લાના નોડેલ અધિકારીશ્રી એમ.એમ.હિરાણી, મદદનીશ શ્રમ આયુક્ત-મોરબીના ફોન નં. (૦ર૮રર)૨૪૩૪૧૦,મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, રૂમ નં. ૧૩૨, પ્રથમ માળ તાલુકા સેવા સદન, લાલબાગ-મોરબીનો સંપર્ક સાધવા નોડલ ઓફિસર ફોર માઈગ્રેટરી ઈલેકટર્સ અને મદદનીશ શ્રમ આયુકત મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News