મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીથી સીધી મુંબઈ કે અમદાવાદની ટ્રેન તાત્કાલિક શરૂ કરવાની પી.પી. જોશીની માંગ


SHARE









મોરબીથી સીધી મુંબઈ કે અમદાવાદની ટ્રેન તાત્કાલિક શરૂ કરવાની પી.પી. જોશીની માંગ
 

મોરબી આજે ઘણા સમયથી જીલ્લો બની ગયેલ છે અને મોરબી ઉદ્યોગ નગરી તરીકે ઓળખાય છે છતાં અહીંથી દેશના અન્ય છેડાઓમાં અને ખાસ કરીને મુંબઈ જે અમદાવાદ જવા માટે સીધી ટ્રેન ન હોવાથી લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને મોરબી ટ્રેન બાબતમાં પછાતપણાનો અહેસાસ કરી રહ્યું છે ત્યારે મોરબીથી સીધી મુંબઈ કે અમદાવાદ સુધીની ટ્રેનણે તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

મોરબીની આસપાસમાં ટાઇલ્સના કારખાના આવેલ છે જેથી કરીને ત્યાં ખરીદ વેચાણ માટે અને મજૂરી કામ કરવા દેશના જુદાજુદા રાજ્યોમાંથી ઘણા પરિવારો આવે છે જો કે, તેની અવર-જવર માટે લાંબા અંતરની ટ્રેન ન હોવાથી લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ મોરબીની જનતાને પણ જ્યારે અમદાવાદ કે મુંબઈ જવું હોય ત્યારે વાંકાનેર જવું પડે છે અને ત્યાંથી તેને ટ્રેન સુવિધા મળે છે એટલે કે મોરબી જેવા વિશ્વકક્ષાના સિટીમાં સીધી મુંબઈ કે અમદાવાદ જવા માટે ટ્રેન પણ નથી માટે આ અંગે યોગ્ય કરવા માટે અહીંના જાગૃત નાગરિક પી.પી. જોશી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

વધુમાં તેઓએ જણાવ્યું છે કે, મોરબીથી સીધી ટ્રેન અમદાવાદ કે મુંબઈ સહિતના અન્ય રાજ્યોમાં જવા માટે હોવી જોઈએ કેમ કે, મોરબી આજે રેલવેને માલગાડીના ભાડાની કરોડોની આવક કમાઈને આપે છે છતાં પણ અહીંની મુસાફર જનતા માટે અહીંના સ્થાનિક નેતાઓ કે અધિકારીઓ દ્વારા કદી કંઈ વિચાર કરવામાં આવ્યો જ નથી અને અહીંની પ્રજાને ટ્રેન સુવિધાથી રીતસરના વંચિત રાખવામાં આવ્યા હોય તે પ્રકારનો ઘાટ જોવા મળે છે નવાઈની વાત તો એ છે કે આજે ગુજરાતમાં જ્યારે આ વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપની સરકાર છે અને દિલ્હીમાં પણ ભાજપની સરકાર છે છતાં પણ મોરબી જેવા સીટીને રેલવે સુવિધા ન મળતી હોય તે ખરેખર મોરબીની અને ખાસ કરીને મોરબીવાસીઓ માટે કલંક કહેવાય.

જો રેલવે દ્વારા મોરબીને સગવડતા આપવામાં આવે તો રેલવેને કોઈ જાતનો વધુ ખર્ચ થવાનો નથી કારણ કે કચ્છથી હળવદ તરફ જતી ટ્રેનને જો વાયા મોરબી કરવામાં આવે તો પણ આ પ્રશ્નોના નિરાકરણ લાવી શકાય તેમ છે. કારણ કે વાયા હળવદ થઈને ઘણી ટ્રેનો ચાલે છે જેને મોરબીથી ચલાવવામાં આવે તો કોઈપણ જાતની નવી ટ્રેન શરૂ કર્યા વિના અને વધારાનો ખર્ચ કર્યા વગર મોરબીવાસીઓને રેલ્વે સુવિધાનો લાભ મળી શકે તેમ છે અને રેલવેને પણ વધારાની આવક થઈ શકે તેમ છે માટે આ દિશામાં યોગ્ય સર્વે કરીને અહીંની મુસાફર જનતા માટે ટ્રેન શરૂ કરવામાં આવે તે જરૂરી છે આ બાબતે રેલવે સત્તાવાળાઓ યોગ્ય કરે તેવી માગણી જાગૃત નાગરિક પી.પી. જોશી દ્વારા કરવામાં આવી છે જો કે, ટ્રેનની સુવિધા કયારે મળશે તે સવાલ છે




Latest News