મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ ગામે ફિનાઇલ પી ગયેલ પરિણીતાને સારવારમાં ખસેડાઇ


SHARE









મોરબીના ધુળકોટ ગામે ફિનાઇલ પી ગયેલ પરિણીતાને સારવારમાં ખસેડાઇ

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધા કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા ગૌતમભાઈ પરમારના પત્ની અંજલીબેન (ઉંમર ૨૧) પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ફીનાઇલ પી લીધૂ હતું જેથી કરીને તેને ઉલટીઓ થવા લાગી હતી માટે તાત્કાલિક તેને સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને તેને સંતાનમાં એક બાળક છે જોકે તેને કયા કારણોસર ફીનાઇલ પીધું હતું તે દિશામાં હાલમાં પોલીસ તપાસ કરી રહી છે

બીયર સાથે એક પકડાયો

મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમની સામેના ભાગમાં રહેતા મોહસીનભાઈ જુમાભાઈ માલાણી જાતે મિયાણા (૨૨) ના રહેણાક મકાનની અંદર પોલીસે રેડ કરી હતી ત્યારે તેના ઘરની અંદરથી જુદી જુદી બ્રાન્ડની બિયરના આઠ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોસીન માલાણીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી સાજીદ કાદર લદાણી રહે. વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમ પાસે વાળાનું નામ સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News