મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળિયા(મિં.) ની દેવ સોલ્ટ કંપની દ્રારા બાળદિનની સાર્થક ઉજવણી, દેવગઢની સરકારી શાળાને કોમ્પ્યુટર-પ્રિન્ટરની અર્પણ


SHARE









માળિયા(મિં.) ની દેવ સોલ્ટ કંપની દ્રારા બાળદિનની સાર્થક ઉજવણી, દેવગઢની સરકારી શાળાને કોમ્પ્યુટર-પ્રિન્ટરની અર્પણ
 
સિગમન્ડ ફ્રોઈડના મતે “કોઇપણ બાળકના આવનારા વર્ષો તેના બાળપણના અનુભવો પરથી નક્કી કરી શકાય.”, બાલ્યકાળમાં જો ભૂલકાઓને યોગ્ય શિક્ષણ મળે તો તેનું ભાવિ ઉજ્વળ દિશામાં પ્રયાણ કરે છે.  ત્યારે દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા જુના તથા નવા દેવગઢની પ્રાથમિક શાળામાં કમ્પ્યુટર અને પ્રિન્ટરની ભેટ પ્રદાન કરને વિશ્વ બાળ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

સેવાકીય પ્રવૃતિઓ માટે હંમેશા તત્પર રેહતા દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા વિશ્વ બાળ દિવસણી ઉજવણી નિમિત માળિયા  તાલુકાના છેવાડાના ગામ જૂના અને નવા દેવગઢની પ્રાથમિક શાળાઓમાં કમ્પ્યુટર અને પ્રિન્ટરની ભેટ અર્પણ કરવામાં આવી છે. આ ભેટ અર્પણ કરવાનો હેતુ વિદ્યાર્થીઓમાં કમ્પ્યુટરનું જ્ઞાન અને શિક્ષણ વધારવાનો હતો.નોંધનીય છે કે વિતરણ દેવ સોલ્ટના અધિકારી વિવેક ધ્રુણા, વિમલ કામદાર અને ચેતન પરમાર હાજર રહ્યા હતા. આ સુંદર શૈક્ષણિક ભેટ બદલ શાળાના આચાર્ય તથા ગામના સરપંચ દ્વારા દેવ સોલ્ટનો આ ભેટ બદલ અભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તદુપરાંત વિદ્યાર્થીઓમાં પણ નવા કોમ્પ્યુટર અને પ્રિન્ટરને પગલે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.




Latest News