મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના બોરીયાપાટીમાં વર્ષોથી પ્રાથમીક સુવીધાઓ બાબતે દાખવવામાં આવતી ઉપેક્ષાના પગલે સ્થાનીકો કરશે ચૂંટણી બહિષ્કાર


SHARE









મોરબીના બોરીયાપાટીમાં વર્ષોથી પ્રાથમીક સુવીધાઓ બાબતે દાખવવામાં આવતી ઉપેક્ષાના પગલે સ્થાનીકો કરશે ચૂંટણી બહિષ્કાર

મોરબી સહીત રાજયમાં વિધાનસભા ચુંટણીના પ્રચારના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી વંચીચ રખાતા બોરીયાપાટી વિસ્તારના લોકોએ નેતાઓને ચમત્કાર બતાવવા ચુંટણીમાં મતદાન બહીષ્કારના બેનરો લગાવીને વિરોધ દર્શાવેલ છે.

સિરામિક ઇન્ડસ્ટ્રીઝને લીધે સમગ્ર ભારત નહીં વિશ્વમાં જેનું નામ છે તેવા મોરબી સીટીની જો સાચી વાસ્તવિકતાની વાત કરીએ તો અહીં બેસુમાર ગંદકી, તૂટેલા રોડ-રસ્તા, ઉભરાતી ગટરો, પુરતી અને નિયમીત સ્ટ્રીટ લાઇટના અભાવે અંધારપટ અને સમ ખાવા પૂરતા પણ બગીચા નહીં તેવા પ્રકારનો જ્યારે ઘાટ છે ત્યારે આ તમામ અસુવીધાઓથી ત્રસ્ત મોરબીના લોકો પૈકી અહીંના બોરીયાપાટી વિસ્તારના લોકો દ્વારા મતદાન બહિષ્કારના બેનરો લગાવી રોષ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

અહીંના બોરીયાપાટી વિસ્તારમાં આગામી ચૂંટણીમાં મતદાન બહીષ્કારના બેનેરો લગાવવામાં આવેલ છે. વર્ષોથી રજૂઆતો કરતા હોવા છતા કોઇ પક્ષ દ્રારા તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી નથી તેવો લોકોનો આક્ષેપ છે.છેવાડાની વાડી વિસ્તારમાં સુવિધાઓ આપવા તંત્ર દ્રારા અન્યાય કરાતો હોય મતદાનનો બહિષ્કાર કરવા અંગે ત્યાંના નાગરીકોએ નિર્ણય કરીને બોરીયાપાટી વિસ્તારમાં રહેતા લોકોએ બેનેર લગાવી વિરોધ પ્રગટ કર્યો છે.

બનેરમાં વાડી વિસ્તારમાં લાઇટ, પાણી, સફાઇ, પોસ્ટ સુવીધા, રોડ-રસ્તા સહિતની પ્રાથમીક સુવિધાઓ પણ મળતી ન બોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.જેને લઇને રાજકીય બેડામાં ચર્ચાઓ વેગવાન બની છે કે કના મત કપાશે..?




Latest News