મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર અજાણ્યા વાહનના ચાલકે રીક્ષાને હડફેટ લેતા રીક્ષા ચાલકનું કમકમાટીભર્યું મોત


SHARE







મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ચોકડી નજીક અજાણ્યા વાહનના ચાલકે રીક્ષાને હડફેટ લેતા રીક્ષા ચાલકનું કમકમાટીભર્યું મોત

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલ સરતાનપર ચોકડી નજીક ગત મોડી રાત્રીના ગોજારો વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વાહનના ચાલકે ઓટો રિક્ષાને હડફેટ લેતા ઓટો રીક્ષા ચાલક એવા સૈયદ આધેડનું માથાના ભાગે વાહનના તોતીંગ વ્હીલ ફરી વળતા કમકમાટીભર્યું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ચોકડી પાસે આવેલા તુલસી પેટ્રોલ પંપ પાસેથી પોતાની ઓટો રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૧૧૧૯ લઈને જઈ રહેલા અકબરમિંયા હૈદરમિંયા કાદરી જાતે સૈયદ (ઉમર ૫૫) રહે. વાવડી રોડ મોરબી નામના ઓટો રીક્ષા ડ્રાઇવરની રીક્ષાને તા.૧૭-૧૧ ના વહેલી સવારના ચારેક વાગ્યાના અરસામાં અજાણ્યા વાહન ચાલકે સરતાનપર ચોકડી નજીક હડફેટે લીધી હતી જેથી કરીને ઓટો રિક્ષા રેલિંગ સાથે અથડાઈ હતી અને ઓટોરિક્ષાના ચાલક અકબરમિંયા કાદરી રોડ ઉપર પડી ગયા હતા ત્યારે અજાણ્યા વાહનનું ટાયર તેઓના માથાના ભાગ ઉપરથી ફરી વળતા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે અકબરમિંયા હૈદરમિંયા કાદરી નામના આધેડનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે મૃતકના ભાઈ બસીરમિંયા હૈદરમિંયા કાદરી જાતે સૈયદ (૫૧) ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે. વાંકાનેર બાવાગોરની તકીયાવાડી શેરી વાળાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે અજાણ્યા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તજવીજ શરૂ કરી છે.

એસિડ પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતી દમયંતીબેન રમેશભાઈ ચૌહાણ નામની ૩૨ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર તેના ઘેર પીળા કલરનું એસિડ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી બનાવને પગલે જાણ થવાથી હાલ તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે મોરબીના ઘુંટુ ગામે રહેતા વંદનાબેન રમેશભાઈ વિજુંવાડીયા નામની ૨૬ વર્ષીય મહિલાને ઘુંટુ ગામ પાસે આવેલ રામરાજ હોટલ નજીક અજાણ્યા બાઇક ચાલકે હડફટે લેતા ઇજાઓ થતા વંદનાબેનને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબીની કુબેર સિનેમા નજીક આવેલ યોગીનગર વિસ્તારમાં રહેતા પ્રેમીલાબેન ઉન્નીક્રિષ્ના નૈર નામની મહિલાને જૂની ઓરિએન્ટલ બેંક પાસે ત્રાજપર ચોકડી નજીક અજાણી બાઇકના ચાલાકે ઝપટે લેતા માથાના ભાગમાં ઇજાઓ થતા પ્રેમીલાબેનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






Latest News