મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

તમારો એક વોટ પ્રકાશભાઈ વરમોરાની જીત, ભુપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ મોદીના હાથ વધુ મજબૂત કરશે: નરેન્દ્રસીંઘ તોમર


SHARE





તમારો એક વોટ પ્રકાશભાઈ વરમોરાની જીત, ભુપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ મોદીના હાથ વધુ મજબૂત કરશે: નરેન્દ્રસીંઘ તોમર

ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના મધ્યસ્થા કાર્યાલય ખાતે કેન્દ્રીય કૃષિ-એગ્રિકલ્ચર મંત્રી નરેન્દ્રસીંઘ તોમરની સભા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્યારે નરેન્દ્રસીંઘ તોમરે સભાને સંબોધતા કહ્યું હતું કે આ ચુંટણીમાં તમારો એક વોટ ત્રણ નિશાન ટાંકશે જેમાં પ્રકાશભાઈ વરમોરાની જીત, ભુપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરશે

ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાનું ધાંગધ્રામાં એચડીએફસી બેન્ક પાસે આવેલ બિઝનેશ પાર્કમાં ચૂંટણી પ્રચારનું મધ્યસ્થ કાર્યાલય કેન્દ્રીય કૃષિ-એગ્રિકલ્ચર મંત્રી નરેન્દ્રસીંઘ તોમરના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું ત્યારે માજી મંત્રી આઈ.કે. જાડેજા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, માજી ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા સહિતના ભાજપના આગેવાનો હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારે ભાજપના સિનિયર આગેવાનો સહિતનાઓએ ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના ભવ્ય વિજય માટે તમામ લોકોને કામે લાગી જવાનું આહવાન કર્યું હતું

કેન્દ્રીય કૃષિ-એગ્રિકલ્ચર મંત્રી નરેન્દ્રસીંઘ તોમરે સભાને સંબોધતા કહ્યું હતું કે, ચૂંટણીએ યુદ્ધનું ક્ષેત્ર છે અને ત્યાં જોશ જરૂર હોય છે ત્યારે દેશમાં પ્રગતિની દોડમાં સૌથી મોખરે રહેલ ગુજરાતના કચ્છથી લઈને ડાંગ સુધીના તમામ વિસ્તારની કાયાપલટ કરવામાં અને લોકોની સુવિધામાં વધારો કરવામાં નરેન્દ્ર મોદીનું મહત્વનુ યોગદાન છે એટલા જ માટે આજે દુનિયામાં મહાત્મા ગાંધી પછી સૌથી વધુ માનસન્માન નરેન્દ્ર મોદીને મળી રહ્યું છે આગમી તા ૧ ના રોજ મતદાન થવાનું છે ત્યારે ભાજપનો એક પણ મત બાકી ન રહે તેનું દરેકે ધ્યાન રાખવાનું છે કેમ કે, તમારા એક મેટથી ત્રણ નિશાન ટંકાવવા છે જેમાં પ્રકાશભાઈ વરમોરાની જીત, ભુપેન્દ્રભાઈ ફરી સીએમ અને નરેન્દ્રભાઈ મોદી ફરી પીએમ નિશ્ચિત થઈ જશે

ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા છેલ્લા ઘણા વર્ષોથી સિરામિક ઉદ્યોગની સાથે સંકળાયેલ અને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે તેમજ તેઓ સેવાકીય ભાવના સાથે જ રાજકારણમાં જોડાયેલ છે ત્યારે સભામાં આવેલા લોકોને સંબોધતા તેઓએ જણાવ્યુ હતું કે, ભાજપની વિકાસ યાત્રાને વણથંભી જાળવી રાખવા માટે અને ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના વિકાસ માટે તેઓ સતત કાર્યશીલ રહેશે તેવી ખાતરી આપી હતી તો સભામાં હાજર રહેલા આગેવાનો, કાર્યકરો સહિતના લોકો દ્વારા આ બેઠક ઉપર ભાજપની જીત નિશ્ચિત છે અને વધુમાં વધુ લીડ સાથે પ્રકાશભાઈ વરમોરા વિજય બને તેના માટે ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકર્તા સહિતના લોકો કામે લાગી ગયેલ તેવો સભામાં હાજર રહેલા લોકોએ કોલ આપેલ છે




Latest News