હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પ્રમુખે હાઇકોર્ટના વકીલના ખર્ચ અને ફી માટે જનરલ બોર્ડની અપેક્ષાએ અગાઉની જેમ કેમ ન કર્યુ રોજકામ: સદસ્યોમાં ગણગણાટ


SHARE





મોરબી નગરપાલિકાના પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા હાલમાં જે સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો હતો તેને લઈને અનેક તર્કવિતર્ક થઇ રહેલ છે દરમિયાન પાલિકાના ચૂંટાયેલા સભ્યોમાં થતી ચર્ચા મુજબ અગાઉ જ્યારે અજંતા મેન્યુફેકચરીંગ કંપની ઓરેવા ગ્રુપ સાથે કરાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ જનરલ બોર્ડમાં તેને મંજૂરી અપાવવાની અપેક્ષા સાથે જે રીતે રોજ કામ કરવામાં આવ્યુ હતુ તે રીતનું રોજ કામ કરીને હાલમાં પ્રમુખ દ્વારા હાઇકોર્ટના વકીલના ખર્ચ અને ફી માટે કેમ કામગીરી કરવામાં આવતી નથી તેનો ગણગણાટ શરૂ થઈ ગયો છે

મોરબીનો ઝુલતોપુલ તૂટ્યા બાદ પાલિકા પહેલા દિવસથી જ વિવાદમાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કારણ કે પાલિકા દ્વારા અજંતા મેન્યુફેક્ચરિંગ કંપની ઓરેવા ગ્રુપ સાથે છેલ્લે જે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરવામાં આવ્યો છે તે કરારમાં જિલ્લા કલેકટર, ચીફ ઓફિસર અને અજંતા મેન્યુફેક્ચરિંગ કંપની ઓરેવા ગ્રુપના સંચાલક ની સહમતિ સાથે આ કરાર કરવામાં આવ્યો હતો અને કરાર કરવામાં આવ્યા બાદ તે અંગેનું રોજ કામ નગરપાલિકામાં કરવામાં આવ્યું હતું જેમાં મોરબી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન અને ચીફ ઓફિસર દ્વારા સહી કરવામાં આવી છે અને આગામી જનરલ બોર્ડની અંદર મંજૂરીની શરતે 15 વર્ષ માટે નગરપાલિકા દ્વારા ઓરેવા ગ્રુપને મોરબીનો જુલતો પુલ સોંપી દેવામાં આવ્યો હતો દરમિયાન ગત તારીખ 30/10/2022 ના રોજ સાંજના સમયે ઝુલતોપુલ તૂટી પડ્યો હતો અને 135 લોકોના મોત નિપજ્યા હતા જેથી કરીને આ બનાવવાની ગંભીરતાને ધ્યાને રાખીને હાઇકોર્ટે ગુજરાત સરકાર સામે સુઓમોટો દાખલ કરેલ છે અને તેમાં પક્ષકાર તરીકે મોરબી નગરપાલિકાને પણ જોડવામાં આવેલ છે

જેથી કરીને હાઇકોર્ટમાં પાલિકાનો બચાવ કરવા માટે થઈને બે સિનિયર એડવોકેટ રાખવા માટે મોરબી નગરપાલિકાના પ્રમુખ કે.કે. પરમાર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં હાઇકોર્ટમાં ચાલતા સુઓમોટો અને પીએલઆઇના કેસની અંદર પાલિકાનો બચાવ કરવા માટે બે સિનિયર એડવોકેટને રાખવા માટે મોરબી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પાસેથી મંજૂરી માંગવામાં આવી છે જેમાં ખાસ કરીને વકીલની જે ફી થાય તે અને આ કેસ માટે જે ખર્ચ થાય તે ચૂકવવાની મંજૂરી બાબતનો આ ઠરાવ કરવામાં આવ્યો છે જોકે મોરબી નગરપાલિકાના બાવને બાવન સભ્યો ભાજપના છે અને વિપક્ષ ન હોવા છતાં પણ હાલમાં આ સર્ક્યુલેટિવ ઠરાવમાં અંદાજે બાર જેટલા ચૂંટાયેલા સભ્યો દ્વારા સહી કરવામાં આવેલ છે 

હાલમા બીજા બાકીના સભ્યો દ્વારા સર્ક્યુલેટિવ ઠરાવમાં તેની સહી કરવામાં આવી ન હોવાનો સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને પાલિકાના ચૂંટાયેલા સભ્યોમાં થતી ચર્ચા મુજબ અગાઉ જ્યારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અજંતા મેન્યુફેક્ચરિંગ કંપની ઓરેવા ગ્રુપ સાથે ઝુલતાપુલ બાબતે કરાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બીજા દિવસે મોરબી નગરપાલિકામાં જે રીતે જનરલ બોર્ડમાં મંજુર કરાવવાની શરતે તેવુ લખીને કરાર માટે રોજ કામ કરવામાં આવ્યું હતું અને તેમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન અને ચીફ ઓફિસર દ્વારા જનરલ બોર્ડમાં લેવાની શરતે તેવુ લખીને હાઇકોર્ટમાં વકીલ રાખવા માટેની આગળની કાર્યવાહી કેમ કરચા નથી ? અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગંભીર બનાવમાં જો હાલમાં જે રીતે હાઇકોર્ટ આકરુ વલણ અપનાવી રહી છે આવુ જ વલણ રાખીને નોંધ પાત્ર કહી શકાય તેવો ચુકાદો આપશે તો ઘણાના તપેલા ચડી જવાના છે તેવુ ચર્ચાઇ રહ્યુ છે 




Latest News