હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

નવાજુનીના એંધાણઃ વાંકાનેર યાર્ડના માજી વાઈસ ચેરમેન અને કોળી સમાજના યુવા આગેવાને મોદીની વિકાસ યાત્રામાં જોડાઇને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો


SHARE





વાંકાનેર કુવાડવા બેઠક ઉપર કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવવા માટે થોડા દિવસો પહેલા બુલ્ડોઝર બાબા તરીકે જાણીતા યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ત્યારબાદ સમગ્ર વિધાનસભા મતવિસ્તારની અંદર કેસરિયા માહોલ જેવુ વાતાવરણ ઊભું થયું છે ત્યારે જો વાત કરીએ તો વાંકાનેર માર્કેટિંગ યાર્ડના માજી વાઇસ ચેરમેન અને કોળી સમાજના યુવા આગેવાને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સાથે છેડો ફાડીને વાંકાનેર કુવાડવા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી સમગ્ર વિસ્તારમાં ભાજપનું કમળ ખીલી ઉઠે તેના માટે કમર કસી છે

મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર કુવાડવા બેઠક ઉપર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણીને ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે વર્ષોથી કોંગ્રેસના કબજામાં રહેલ વાંકાનેર કુવાડવા બેઠકને આ વખતે કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે થઈને જીતુભાઈ સોમાણી અને તેઓની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારની અંદર જોર સોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા વર્ષોમાં જે રીતે દેશની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે થઈને જે કામગીરી કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાતના જુદા જુદા જિલ્લા અને તાલુકાઓમાંથી ઘણા બધા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપના ખેસ ધારણ કરી કેસરિયો માહોલ સમગ્ર ગુજરાતની અંદર ઉભો કરી રહ્યા છે ત્યારે વાત કરીએ તો વાંકાનેર કુવાડવા બેઠક ઉપર થોડા દિવસો પહેલા મોરબી જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ અને કોંગ્રેસના આગેવાન તેમજ કોળી સમાજના આગેવાન પ્રભુભાઈ વિજવાડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને ત્યારબાદ વધુ એક કોળી સમાજના યુવા આગેવાને કોંગ્રેસ સાથે છેડો ફાડીને કેસરિયા કરેલ છે

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના માજી વાઇસ ચેરમેન તેમજ છેલ્લે યોજાયેલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત વેપારી પેનલમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયેલ અશ્વિનભાઈ નવઘણભાઈ મેઘાણી કે જેઓ રાજકોટ જિલ્લામાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના ઉપપ્રમુખ તરીકેની પણ જવાબદારી સંભાળી રહ્યા છે તેઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને વાંકાનેર કુવાડવા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી હિરેનભાઈ પારેખ સહિતના ભાજપના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને અશ્વિનભાઈ મેઘાણી સાથે છગનભાઈ દેવરાજભાઈ, હનાભાઈ ગાંડુભાઈ, ભીમાભાઇ વશરામભાઈ, દાનાભાઈ ગીગાભાઈ અને રાજાભાઈ ધારાભાઈ સહિતના આગેવાનો વિધિવત રીતે ભાજપ જોડાયા છે

કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલ અશ્વિનભાઈ મેઘાણીએ જણાવ્યું હતું કે દેશની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યની અંદર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે અને તેનો લાભ છેવાડાના લોકોને પણ મળે તેના માટે થઈને જે કામગીરી કરવામાં આવી રહી છે અને વિકાસયાત્રા જે સમગ્ર ગુજરાત અને ભારતની અંદર ચાલી રહી છે આ વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે થઈને તેઓએ કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કરેલ છે અને તેની સાથે બીજા ઘણા આગેવાનો ભાજપમાં જોડાયેલ છે તેમજ વાંકાનેર કુવાડવા બેઠક ઉપર કોળી સમાજનું સૌથી વધુ મતદાનમાં પ્રભુત્વ છે ત્યારે વધુમાં વધુ મતદાન ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી તરફે થાય અને વર્ષોથી જે બેઠક ઉપર કોંગ્રેસનો કબજો છે આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકીને ત્યાં ભાજપનું કમળ ખીલી ઉઠે તે માટે તેઓ અને તેમની ટીમ ભાજપના આગેવાનો સાથે ખભે ખભા મિલાવીને કામ કરશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે




Latest News