૨૬ નવેમ્બરના રોજ સ્વામીનારાયણ મંદિર રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય યોગ શિબિર માટે ટંકારામાં શિબીર યોજાઇ
દલવાડી સમાજ હરહમેશ ભાજપની સાથે જ છે, વઢવાણ-ધ્રાંગધ્રા બેઠક ઉપર ૧૦૦ ટકા કમળ ખીલશે: રણછોડભાઈ દલવાડી
SHARE
દલવાડી સમાજ હરહમેશ ભાજપની સાથે જ છે, વઢવાણ-ધ્રાંગધ્રા બેઠક ઉપર ૧૦૦ ટકા કમળ ખીલશે: રણછોડભાઈ દલવાડી

હળવદના શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે પ્રકાશભાઈ વરમોરા-જગદીશભાઈ દલવાડી સમર્થનમાં દલવાડી સમાજનું વિશાળ સ્નેહમિલન યોજાયું
ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાનું જંજાવતી પ્રવાસ હાલમાં તેના મત વિસ્તારમાં ચાલી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં મતદારો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે રવિવારે હળવદ સહિત ધ્રાંગધ્રાના આઠ ગામોનો ચૂંટણી પ્રવાસ કરવામાં આવ્યો હતો અને જેમાં સુલતાનપુર, થળા, વસાવડા, રામદેવપુર, રાજગઢ, દુદાપુર, ધ્રુમઠ અને હરિપર સહિતના ગ્રામ્ય વિસ્તાર લેવાં આવ્યા હતા ત્યારે મતદારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથને વધુ મજબૂત બનાવવા માટે પ્રકાશભાઈ વરમોરને આ બેઠક ઉપરથી જંગી લીડ સાથે ચૂંટી કાઢવા માટેનો કોલ આપ્યો હતો

જો કે, રવિવારે સાંજે ચાર વાગ્યે પ્રકાશભાઈ વરમોરના જન-સમર્થનમાં હળવદના સરા રોડ ઉપર શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે રતકડીયા હનુમાનની બાજુમાં દલવાડી સમાજના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વઢવાણ વિધાનસભાના ઉમેદવાર જગદીશભાઈ દલવાડી, ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિ કે.કે. પરમારા તેમજ પાલિકામાં ચૂંટાયેલા સતવારા સમાજના સદસ્યો, વિઠ્ઠલાબાપા, તરસીભાઈ, હળવદ તાલુકાના દલવાડી સમાજના પ્રમુખ રવજીભાઈ પ્રભુભાઈ, દલવાડી સમાજ આગેવાન કિશોરભાઈ રામજીભાઈ, સાપકડાના સરપંચ નટુભાઈ ગોરધનભાઈ, પૂર્વ મહામંત્રી હળવદ ગ્રામ્ય દેવશીભાઇ ચમક્યા, પૂર્વ તાલુકા પ્રમુખ વલામજીભાઈ પરસોતમભાઈ, પૂર્વ મહામંત્રી હળવદ શહેર રમેશભાઈ (ભગત), સદભાવના સંકુલ ગિરિશભાઈ, ધ્રાંગધ્રા નગર પાલિકા સભ્ય સુરેશભાઈ, જીતુભાઈ પરમાર, ચંદુભાઈ દલવાડી, ઘનશ્યામભાઈ ડાભી, વૈશાલીબેન મકવાણા, સુરેશભાઈ જાદવ, ટપુભાઈ નકુમ અને ધ્રાંગધ્રા નગરપાલિકા સભ્ય સહિતના હાજર રહ્યા હતા

આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, મોરબીના અગ્રણી સિરામિક ઉદ્યોગપતિ ગોવિંદભાઇ વરમોરા સહિતના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા અને સમગ્ર દલવાડી સમાજ દ્વારા ભાજપના ઉમેદવારને પોતાનું સમર્થન આપવા માટેનો કોલ આપવામાં આવેલ છે ત્યારે જયંતિભાઈ કવાડીયાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, દેશમાં ભાજપનો કોઈ વિકલ્પ છે જે નહીં અને આ ભાજપે દલવાડી સમાજને છેલ્લા વર્ષોમાં ઘણું આપ્યું છે ત્યારે હરહમેશ ભાજપની સાથે જ રહેતો દલવાડી સમાજ આગામી ચુંટણીમાં પણ ભાજપ સાથે રહેશે અને વઢવાણ તેમજ ધ્રાંગધ્રા બેઠક ઉપર ભાજપનું કમળ ખીલશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાએ દલવાડી સમાજના લોકોને એટલી ખાતરી આપી હતી કે, પરિશ્રમની પરાકાષ્ઠા સુધી કામ કરશે અને દલવાડી સમાજ સહિત સમગ્ર વિસ્તારને સરકારની જુદીજુદી યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે તેના માટે સતત પ્રયત્નશીલ રહેશે

ત્યાર બાદ વઢવાણ વિધાનસભાના ઉમેદવાર જગદીશભાઈ દલવાડીએ સમાજના આગેવાનો સહિતના લોકોનું સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, ભાજપ પક્ષ દ્વારા દલવાડી સમાજને ઘણું આપ્યું છે ત્યારે આપની પણ ફરજ બને છે કે, ભાજપનું કમળ ખીલી ઊઠે તેના માટે ભાજપના એક પણ કમિટેડ મત મતદાનના દિવસે બાકી રહેવા જોઈએ નહીં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ કહ્યું હતું કે, વર્ષોથી દલવાડી સમાજ ભાજપની સાથે છે અને આગમી સમયમાં પણ ભાજપની સાથે જ દલવાડી સમાજ રહેશે તેવો મને પૂરેપૂરો વિશ્વાસ છે ત્યારે આગમી ચુંટણીમાં વઢવાણ બેઠક ઉપરથી જગદીશભાઈ દલવાડી અને ધ્રાંગધ્રા-હળવદ બેઠક ઉપરથી પ્રકાશભાઈ વરમોરા વિજયી બને તેના માટે દલવાડી સમાજ કોઈ કસર રાખશે નહીં તેવું આહ્વાન કર્યું હતું આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં દલવાડી સમાજના લોકો હાજર રહ્યા હતા


