હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

ધ્રાંગધ્રા હળવદ બેઠક ઉપર પ્રકાશભાઈ વરમોરની વિજય કુચ: હરીપર ગામેથી આમ આદમી પાર્ટી તુટી, જેસડા ગામેથી ઠાકોર સમાજનો ખુલ્લો ટેકો


SHARE





ધ્રાંગધ્રા હળવદ બેઠક ઉપર પ્રકાશભાઈ વરમોરાની વિજય કુચ: હરીપર ગામેથી આમ આદમી પાર્ટી તુટી, જેસડા ગામેથી ઠાકોર સમાજનો ખુલ્લો ટેકો

ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા બેઠક ઉપર પ્રકાશભાઈ વરમોરાની પ્રચાર ઝુંબેશ દરમિયાન તેનું બુલડોઝર હરીફ પાર્ટી ઉપર ફરી વળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી દરમિયાન ધાંગધ્રા તાલુકાના હરીપર ગામેથી આમ આદમી પાર્ટીના આગેવાનોએ આમ આદમી પાર્ટીને છોડીને કેસરિયા કર્યા છે તેની સાથોસાથ જો વાત કરીએ તો ધાંગધ્રા તાલુકાના જેસડા ગામના ઠાકોર સમાજના આગેવાનોએ પણ પ્રકાશભાઈ વરમોરાને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે અને પ્રકાશભાઇ વરમોરાના વિજય માટે થઈને સમાજને આહવાન કર્યું છે

ગુજરાત વિધાનસભાની ધ્રાંગધ્રા હળવદ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ભાજપના સિનિયર આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરોને સાથે રાખીને હાલમાં તેઓના મત વિસ્તારની અંદર જન સંપર્ક કરી રહ્યા છે ત્યારે ગામડે ગામડેથી પ્રકાશભાઈને મતદારો તરફથી અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે અને મતદારો પણ પ્રકાશભાઈ વરમોરાને જીત અપાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે મક્કમ બન્યા હોય તેવો ઘાટ હાલમાં ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા મત વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર તેમજ રાજ્યમાં ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જે લોક ઉપયોગી કામ કરવામાં આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ક્રમશઃ આગેવાનો અને કાર્યકરો તેઓની પાર્ટીઓને છોડીને ભાજપ સાથે જોડાઈ રહ્યા છે આવી જ રીતે હળવદ ધાંગધ્રા વિધાનસભા બેઠકના મતવિસ્તારમાં આવતા હરિપર ગામના આમ આદમી પાર્ટીના આગેવાન જીગ્નેશભાઈ મનસુખભાઈ પટેલ, પ્રવીણભાઈ શાંતિલાલભાઈ, ચમનભાઈ ધીરજભાઈ અને ધીરુભાઈ બેચરભાઈએ આમ આદમી પાર્ટીને છોડીને આજે કેસરિયા ખેસ ધારણ કરી કેસરિયા કર્યા છે તો ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા ઠાકોર સમાજના આગેવાન મુકેશભાઈ ઠાકોર અને મનુભાઈ ઠાકોર સહિતનાઓએ પ્રકાશભાઈ વરમોરાને જીત અપાવવાનો સંકલ્પ કરીને ખુલ્લો ટેકો આપીને ઠાકોર સમાજને પ્રકાશભાઈ માટે કામે લાગી જવા આહવાન કર્યું છે અને "લોકોનું હિત એ જ પ્રકાશભાઈ ની જીત" ના સૂત્રને જ્યારે પ્રકાશભાઈ વરમોરા સાર્થક કરવાના છે ત્યારે મતદારો પણ તેઓને જંગી લીડ અપાવવા માટે થઈને મક્કમ નિર્ધાર કરી ચૂક્યા છે તેવું કહીએ તો તેમાં અતિશ્યોક્તિ નથી

હળવદ આમ આદમી પાર્ટીમાંથી પણ ઘણા આગેવાનોએ છેડો ફાડીને ભાજપનો કેસરિયો કેસ ધારણ કરેલ છે જેમાં હળવદ તાલુકાના ઉપપ્રમુખ અરવિંદભાઈ પટેલ, હળવદ શહેર સહ સંગઠન મંત્રી અનિલભાઈ પટેલ, હળવદ તાલુકા સહ સંગઠન મંત્રી રાજુભાઈ રબારી, હળવદ તાલુકા ઉપપ્રમુખ રમેશભાઈ ભરવાડ, હળવદ શહેર મહિલા પ્રમુખ કીનલબેન પટેલ, મુન્નાભાઈ રબારી, મેરાભાઈ રબારી, રાણાભાઇ રબારી, વિનોદભાઈ, રમણીકભાઈ, ધવલભાઈ રબારી, ગોકુળભાઈ સોરીયા, ગોપાલભાઈ અને રાણાભાઇ ભરવાડ સહિતનાઓએ ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને સમર્થન આપીને આમ આદમી પાર્ટી છોડી ભાજપનો ખેસ ધારણ કરીને આ ચૂંટણીમાં ભાજપની વિકાસ યાત્રાને સમર્થન આપ્યું છે




Latest News