મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રાત્રે નેગેટિવ બ્લડની જરૂરિયાત પુર્ણ કરાઈ


SHARE







મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રાત્રે નેગેટિવ બ્લડની જરૂરિયાત પુર્ણ કરાઈ

મોરબીના‌ વતની એવા ઉમરભાઈ જામના પત્ની સકિનાબેન મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલ જ્યા તેમને ઓપરેશન માટે 'એ નેગેટિવ' બ્લડની‌ જરૂરિયાત ઉભી થતા‌ 'યુવા‌ આર્મી ગ્રુપ' નો‌ સંપર્ક સાધ્યો હતો જેથી 'યુવા આર્મી ગ્રુપ' ના સભ્ય ડો. મનીષ સનારીયા (સ્પર્શ બાળકોની હોસ્પિટલ) તથા શ્રીમતી વૈશાલીબેન અમરભાઈ ત્રિવેદી દ્વારા રાત્રીના તાત્કાલિક  સંસ્કાર બ્લડ બેંક પહોંચીને બ્લડ ડોનેટ કરી 'એ નેગેટિવ' બ્લડની જરુરીયાત પુર્ણ કરી હતી.આવા ઈમરજન્સી જરૂરીયાત ના સમયે મદદરૂપ થવા બદલ તેમના પરિજનો દ્વારા મનીષભાઈ, વૈશાલીબેન તથા યુવા આર્મી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે જણાવી દઈએ કે બ્લડ ગ્રુપ 'એ, બી, ઓ, એબી' ને પોઝિટિવ અથવા નેગેટિવમા ગ્રુપ સમાવેશ કરવામાં આવે છે જેમાંથી નેગેટિવ બ્લડ ગ્રુપ ખુબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે તેમાં પણ‌ 'એ' નેગેટિવ હજારોમા‌ ભાગ્યે જ કોઈકને હોય છે ત્યારે આવા દુર્લભ બ્લડની જરુરીયાત ઉભી થઈ જતા ક્યારેય દર્દીઓનુ જીવ જોખમમાં મૂકાય જતુ હોય છે ત્યારે યુવા આર્મી ગ્રુપના સભ્યો મોરબી તથા રાજકોટમા દિવસ હોય કે રાત કોઈપણ બ્લડની‌ ઈમરજન્સી જરૂરીયાત પુર્ણ કરવા હંમેશા ખડેપગે રહે છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે. યુવા આર્મી ગ્રુપ‌ દ્વારા ચલાવવામાં આવતા આ સેવાકાર્યમા‌ જોડાવવા માટે કે કોઈને બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત સમયે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરી શકો છો






Latest News