હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી ૬.૧૨૧ કિલો ગાંજા સાથે પકડાયેલા ત્રણ આરોપીઓના ૮ દિવસના રિમાન્ડ મંજુર


SHARE





મોરબીના લાલપર પાસેથી ૬.૧૨૧ કિલો ગાંજા સાથે પકડાયેલા ત્રણ આરોપીઓના ૮ દિવસના રિમાન્ડ મંજુર

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે અજંતા એપાર્ટમેન્ટમાં રહેતા શખ્સ પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી આધારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરી હતી અને મકાનમાંથી ૬ કિલો ૧૨૧ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી ૬૧૨૧૦ ની કિંમતનો ગાંજો તેમજ ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને ૭૬૭૧૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલને કબજે કરીને ત્રણ આરોપીને પકડાયા હતા જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટે આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના લાલપર ગામ પાસે અજંતા એપાર્ટમેન્ટ બી બ્લોક ૧૦૧ નંબરના ફ્લેટમાં રહેતા શખ્સ પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૬ કિલો ૧૨૧ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૬૧૨૧૦ ની કિંમતનો ગાંજો તેમજ ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત ૧૫૫૦૦ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ૭૬,૭૧૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પોલીસે અમિત શ્રીશિશુ તિવારી જાતે પંડિત (૨૨) રહે. જાંબુડીયા ધર્મસિદ્ધિ સોસાયટી કોમન પ્લોટની સામે સુમિત પાઠકની બાજુમાં મૂળ રહે બિહાર, વિનોદરાય મનોજરાય યાદવ જાતે આહિર (૨૦) અને વિવેક વશિષ્ઠ નારાયણ મિશ્રા જાતે બ્રાહ્મણ (૨૨) રહે, હાલ બંને લાલપર અજંતા એપાર્ટમેન્ટ બી બ્લોક ૧૦૧ નંબર ફ્લેટ મૂળ બિહાર વાળાની ધરપકડ કરેલ હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી) મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી દરમ્યાન આ આરોપીઓને પોલીસે આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કર્યા હતા અને કોર્ટે આરોપીના ૮ દિવસ એટ્લે કે તા ૭/૧૨ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે તેવું પીએસઆઈ આર.એન. ભટ્ટએ જણાવ્યુ છે




Latest News