હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોની મૌન રેલી યોજાઈ


SHARE





મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોની મૌન રેલી યોજાઈ

મોરબીમાં એક મહિના પહેલા ઝૂલતા પૂલની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને આ ઘટનાની પ્રથમ વરસીએ ઘરના સભ્યોને ગુમાવનાર અસરગ્રસ્તો પરિવારજનોએ આક્રોશ સાથે સામાજિક કાર્યકરો સહિતના લોકોની હાજરીમાં મૌન રેલી યોજી હતી અને આગમી ૧૧ મી તારીખે હવન કર્યા બાદ પણ ન્યાય ન મળે તો મોરબી બંધનું એલાન આપવાની ચીમકી ઉચ્ચારી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના વરિયાનગર, બોદ્ધનગરમાં રહેતા બાળકો સહિત કુલ ૧૩૫ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે જેથી કરીને આ દુર્ઘટનાની પ્રથમ માસીક પુણ્યતિથિએ સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીગ્નેશ પંડ્યા સહિતના આગેવાનો તેમજ પરિવારના સભ્યોને ગુમાવનારા પરિવારોના લોકોએ મોરબીમાં મૌન રેલી યોજી હતી અને ન્યાય માટે દુર્ઘટનાની જગ્યાએ આગમી તારીખ ૧૧ ના રોજ હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ પણ કાર્યવાહી નહિ થાય તો મોરબી બંધનું એલાન આપવાની ચીમકી ઉચ્ચારી છે




Latest News