વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મજૂરી કામ કરતી આધેડ મહિલા સાથે ધારીયુ બતાવીને બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ 


SHARE









મોરબીમાં મજૂરી કામ કરતી આધેડ મહિલા સાથે ધારીયુ બતાવીને બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ 

મોરબીમાં મજૂરી કામ કરતી મહિલાને ધારિયું બતાવીને કારમાં ઉઠાવી ગયા હતા અને ત્યાર બાદમાં તેને મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તાર પાસે લઈ જવામાં આવી હતી અને ત્યાં બે શખ્સો દ્વારા વારાફરતી તેણી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને હાથે પગે તેમજ શરીરના ભાગે ધારિયા વડે ઇજાઓ પહોંચાડી પરિવારને પતાવી દેવાની ધમકી આપી હતી જેથી સારવાર લીધા બાદ ભોગ બનેલ મહિલાએ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મોરબીમાં રાત્રી સફાઈની મજૂરી કામ કરતી મહિલા તેનું કામ કરી રહી હતી ત્યારે બે ઈસમો કબૂતરી કલરની સ્વીફ્ટ કારમાં તેની પાસે આવ્યા હતા અને ધારિયું બતાવીને કારમાં બેસી જવા માટે કહ્યું હતું અને ત્યાર બાદ તેને બળજબરી પૂર્વક આશિષ અને પંકજ નામના બે શખ્સો દ્વારા કારમાં લઈને જવામાં આવી હતી અને મોરબીના રવાપર ગામથી આગળના ભાગમાં આવેલ તળાવ પાસે વારાફરતી બંને શખ્સો દ્વારા ભોગ બનેલ મહિલા ઉપર દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું અને બાદમાં હાથે પગે અને શરીરના ભાગે ધારિયા વડે ઇજાઓ પહોંચાડીને કોઈને કહીશ તો તારા પરિવારને પતાવી દેશું તેવી ધમકી આપવામાં આવી હતી જેથી હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ. જાડેજા દ્વારા કલમ ૩૭૬ (ડી), ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને ૧૩૫ સહિતની કલમો હેઠળ આશિષ અને પંકજ નામના બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને બંને ઇસમોને ઝડપી પાડવા માટે એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. 

વાહન અકસ્માતમાં ઈજા 

મોરબીના ગ્રીનશોક નજીક આવેલ ભોઇવાળા વિસ્તારમાં વાણંદ શેરીમાં રહેતા મહમદશા કાસમશા નામનો છત્રીસ વર્ષનો યુવાન પોતાની રિક્ષા લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો ત્યાં વઘાસીયા ગામના પાટીયા પાસે તેની રીક્ષા કોઈ અજાણ્યા ટ્રક સાથે અથડાતા મહમદશાને ગંભીર ઇજાઓ પહોંચી હોય તેને જેતે સમયે સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર લીધા બાદ આગળની સારવાર માટે તેને મોરબીની આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો હાલ બનાવ સંદર્ભે નોંધ કરી પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. 

વૃદ્ધા સારવારમાં 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલી યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા સવિતાબેન નારણભાઈ પટેલ નામની 72 વર્ષથી વૃદ્ધા પોતાના પુત્રની સાથે રાજકોટ જવા માટે ઘરેથી બાઈકમાં બેસીને નીકળ્યા હતા ત્યારે સોસાયટીના વણાક પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ પહોંચતા તેઓને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News