મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર છોડીને ગયેલ મહિલાના બાળકોને ખબર પૂછવા જતા ધોકા પાઇપ ઉડ્યા


SHARE









મોરબીમાં ઘર છોડીને ગયેલ મહિલાના બાળકોને ખબર પૂછવા જતા ધોકા પાઇપ ઉડ્યા

મોરબીના વિશીપરા વિસ્તારમાં ઘર છોડીને ચાલ્યા ગયેલા કાકીના સંતાનોની ખબર પૂછવા માટે ગયેલા યુવાન અને તેના ભાઈ તથા પિતા ઉપર લાકડી તેમજ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા બાદ યુવાન દ્વારા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબીના વીસીપરામાં અમરેલી રોડ ઉપર આવેલા ગુલાબનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો ગઈકાલ તા.૪-૧૨ ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં થયેલ મારામારીના બનાવમાં જીવણભાઈ રમેશભાઈ સનુરા (૨૨) તેના પિતા રમેશભાઈ બચુભાઈ સનુરા (૪૮) તથા તેના મોટાભાઈ નવઘણભાઈ રમેશભાઈ સનુરા (૨૩) ને ઇજાઓ પહોંચતા ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને રમેશભાઇને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.સારવાર લીધા બાદ જીવણભાઈ રમેશભાઈ સનુરા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે વિઠ્ઠલ બચુ સનુરા, અજય ઉર્ફે વિક્રમ વિઠ્ઠલ સનુરા, દેવજી વિઠ્ઠલ સનુરા રહે. ત્રણેય વીશીપરા ગુલાબ પાન નજીક મોરબી અને કાળુ પોપટ ડાભી રહે. ઇન્દિરાનગર શિવમ હોસ્પિટલ પાછળ સામાકાંઠે મોરબી-૨ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જેમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તેમના કાકી ઘર છોડીને જતા રહ્યા હોય તેઓના બાળકોના ખબર અંતર પૂછવા માટે પોતે તથા તેના પિતા રમેશભાઈ અને મોટો ભાઈ નવઘણ તેમના કાકીના ઘરે ગયા હતા ત્યારે સામાવાળાઓએ 'આજ દિવસ સુધી વ્યવહાર નથી તો હવે શું કામ સારું લગાડવા માટે આવ્યા છો..?' એમ કહીને ગાળો આપીને પાઇપ અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં માથા અને હાથના ભાગે તેઓને માર મારવામાં આવ્યો હોય ઇજાઓ પહોંચી હતી.દરમિયાનમાં ચાર હુમલાખોર પૈકીના દેવજીભાઈએ ફરિયાદી જીવણભાઈના મોટા ભાઈ નવઘણભાઈના માથામાં લાકડી ફટકારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને ૧૩૫ મુજબ ગુનો નોંધતા બીટ વિસ્તારના જમાદાર એએસઆઈ વશરામભાઈ મેતા દ્વારા આ અંગે આગળની.તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં યુવાનને ઇજા|

મોરબીના સામાકાંઠે આવેલી ભાગ્યલક્ષની સોસાયટીમાં રહેતા કુલદીપસિંહ રણજીતસિંહ ગોહિલ નામના ત્રીસ વર્ષના યુવાનને શેરીમાં બોલાચાલી થયા બાદ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલ સુત્રોમાંથી પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખુલ્યું હતું કે શેરીમાં ઊભા રહેવા બાબતે કોઈની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા કુલદીપસિંહને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો છે.




Latest News