મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં શોભેશ્વર રોડે દીકરીની પજવણી કરનારને ઠપકો આપનાર માતાને બે શખ્સોએ ટામી-સળિયા વડે માર માર્યો


SHARE









મોરબીમાં શોભેશ્વર રોડે દીકરીની પજવણી કરનારને ઠપકો આપનાર માતાને બે શખ્સોએ ટામી-સળિયા વડે માર માર્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા મહિલાની દીકરીની પજવણી કરનારા શખ્સને ઠપકો આપ્યો હતો જેથી કરીને તેનો રોષ રાખીને પજવણી કરનારા શખ્સનાં ભાઈઓ દ્વારા મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને સળિયા અને ટામી વડે માર મારવામાં આવતા મહિલાને માથામાં ઇજા થઈ હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હાલમાં ઇજાગ્રસ્ત મહિલાની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાછળના ભાગમાં રોડ ઉપર રહેતા જયાબેન શંકરભાઈ દેવીપુજક (૩૫) નામની મહિલાને તેની પાડોશમાં રહેતા અજય અને સુરેશ નામના બે શખ્સો દ્વારા મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર લીધા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ઇજાગ્રસ્ત મહિલાની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં ઈજા પામેલ મહિલાના જમાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેની નાની સાળીની સંજય નામનો શખ્સ પજવણી કરતો હતો અને તે બાબતે તેને ઠપકો આપ્યો હતો જે સારું નહી લાગતા તે શખ્સનાં ભાઈ અજય અને સુરેશ દ્વારા તેની સાસુને ટામી અને સળિયા વડે માર માર્યો હતો જેથી કરીને તેના સાસુને માથાના ભાગે ઈજા થઈ હોવાથી માથામાં સાત જેટલા ટાંકા આવેલ છે હાલમાં પોલીસે ફરિયાદ લેવા માટેની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે

બાઇક સ્લીપ

ટંકારા તાલુકાના ખીજડીયા ગામ પાસેથી બાઈક લઈને પસાર થતા વાંકાનેર તાલુકાનાં અગાભી પીપળીયા ગામે રહેતા રામજીભાઈ હંસરાજભાઈ ચનિયારાનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને રામજીભાઈ ચાનીયારા (૩૪) ને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણામાં રહેતા જુસબભાઈ લધાણીનો દીકરો નવાજ શેરીમાં રમતો હતો અને રોડ ક્રોસ કરતો હતો ત્યારે રોડ ક્રોસ કરતાં સમયે તેને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને નવાજ લખાણીને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે.




Latest News