ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 1621 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ: સરેરાશ 59 ટકાથી વધુ મતદાન


SHARE











ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 1621 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ: સરેરાશ 59 ટકાથી વધુ મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઇ હતો અને અને તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયેલ છે ત્યારે આગમી તા 8 ના રોજ મતગણતરી થવાની છે જો કે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતની કુલ મળીને 182 બેઠક માટે હાલમાં 1621 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઈ ગયેલ છે અને કોને મતદાઓનો જનધાર મળશે તેની બુથા વાઇઝ આંકડા ઉપરથી ગણતરી રાજકીય પંડિતો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું જેમાં 93 બેઠક ઉપર કુલ 833 ઉમેદવારનું તેમજ તેની રાજકીય પાર્ટીનું ભવિષ્ય આજે મતદારોએ મતદાન કરીને ઇવીએમમાં સીલ કરી દીધેલ છે જો કે, અગાઉ 17 જિલ્લા માટે મતદાન કરવામાં આવ્યું હતું ત્યારે 89 બેઠક ઉપર 788 ઉમેદવારો ચૂંટણીનાં મેદાનમાં હતા આમ કુલ મળીને રાજ્યના 33 જીલ્લામાં આવેલ વિધાનસભાની 182 બેઠક માટે હાલમાં ચુંટણીમાં 1621 ઉમેદવરો મેદાનમાં હોય પોતાના મનગમતા ઉમેદવારોને ચૂંટી કાઢવા માટે મતદારોએ પૂરા ઉત્સાહ સાથે મતદાન કર્યું છે હવે સહુ કોઇની નજર આઠમી ડિસેમ્બર ઉપર મંડાયેલ છે કેમ કે, બંને તબક્કામાં જે મતદાન નોંધાયું છે તે જોતાં અત્યાર સુધીમાં સરેરાશ ગુજરાતમાં કુલ મળીને 59 ટકાથી વધુ મતદાન થયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે અને હજુ પણ કેટલાક બૂથ ઉપર મતદારોની લાઈનો છે જેથી કરીને મતદાનના આંકડામાં વધારો થાય તેવી શક્યતા છે






Latest News