મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના બાદનપર ગામે પાડોશી ખેતર વાળાની પત્ની સાથે વાતો કરતાં યુવાનના ભાઈ, પિતા અને કાકાને માર માર્યો


SHARE









મોરબીના બાદનપર ગામે પાડોશી ખેતર વાળાની પત્ની સાથે વાતો કરતાં યુવાનના ભાઈ, પિતા અને કાકાને માર માર્યો

મોરબીના બાદનપર ગામે રહેતા યુવાનનો ભાઈ ખેતરના શેઢે પાડોશી ખેતર વાળાની પત્ની સાથે વાતચીત કરતો હતો જે બાબતે શંકા રાખીને મહિલાના પતિ સહિત ચાર શખ્સો દ્વારા વાત કરનારા યુવાનના ભાઈ સહિત ત્રણ વ્યક્તિઓને ધોકા વડે અને ઢીકાપાટુનો માર મરવામાં આવેલ છે જેથી કરીને ઇજા પામેલા લોકોને સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને ચારેય શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાદનપર ગામે રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતાં નરેન્દ્રભાઇ મોહનભાઇ સાવરીયા (૨૮)એ હાલમાં જયેશ પરસોતમભાઇ સાવરીયા, કિશોર પરસોતમભાઇ સાવરીયા, રસીક બાબુલાલ સાવરીયા અને લાલા બાબુલાલ સાવરીયા રહે બધા જ બાદનપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, બાદનપરની સીમમાં ફરીયાદીના ખેતરે ફરિયાદીનો નાનો ભાઈ જયેશ આરોપી જયેશ પરસોતમભાઇ સાવરીયાની પત્ની વૈશાલી સાથે અઠવાડીયા પહેલા ખેતરના શેઢે વાતચીત કરતા હતો જે આરોપી જોઇ જતા તેની શંકા રાખીને ફરિયાદી તથા તેના કાકા મનોજભાઇ ખેતરનુ રખેવાળુ કરવા ગયેલ હતા ત્યારે ચારેય આરોપીઓ હાથમાં લાકડાના ધોકા લઇને આવેલ હતા અને ફરિયાદી યુવાનને જયેશ પરસોતમભાઇ સાવરીયાએ ડાબા પગે તેમજ ડાબા હાથે લાકડાના ધોકાનો ધા મારેલ હતા અને ફરીયાદી નીચે પડતા ઢીકા પાટુનો માર માર્યો હતો તેમજ તેના કાકા મનોજભાઇને આરોપી ચારેય આરોપીઓએ ધોકા વડે બન્ને સાથળના ભાગે માર માર્યો હતો અને ઢીકાપાટુનો માર મારીને મુંઢ ઇજાઓ કરી હતી તેમજ સાહેદ મોહનભાઇને આરોપી જયેશ અને કિશોરે લાકડાના ધોકા વડે માર માર્યો હતો ફરીયાદી યુવાનને જયેશ પરસોતમભાઇ સાવરીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને  સારવાર લીધા બાદ ચારેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News