મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સફાઈ કર્મચારી મહિલા સાથે દુષ્કર્મ આચારનારા આરોપીઓને સખ્તમાં સખ્ત સજા થશે: કાંતિભાઈ અમૃતિયા


SHARE









મોરબીમાં સફાઈ કર્મચારી મહિલા સાથે દુષ્કર્મ આચારનારા આરોપીઓને સખ્તમાં સખ્ત સજા થશે: કાંતિભાઈ અમૃતિયા

મોરબીમાં સફાઈ કર્મચારી મહિલાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે ગુનામાં આરોપી ઝડપાઇ ગયા છે જો કે, આરોપીઓને પોલીસ તપાસના અંતે સખ્ત નશ્યત મળશે તેવું મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ છે

મોરબીમાં થોડા દિવસો પહેલા રાત્રિ સફાઈ કામ કરતી મહિલાને કારમાં ઉઠાવી જઈને તેની સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું અને તેને ધારિયા વડે ઇજાઓ પણ કરી હતી જેથી કરીને મહિલાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે આરોપીઓને પકડીને જેલ હવાલે પણ કરી દેવામાં આવ્યા છે જો કે, મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ છે કે, સભ્ય સમાજને શરમસાર કરે તેવી ઘટના મોરબીમાં બની છે અને સફાઈ કર્મચારીનું અપહરણ કરી એકથી વધારે આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવેલ છે જેથી તેઓ ખૂબ વ્યથિત છે અને આરોપીઓ ગમે તેવા ચમરબંધી હોય તેને છોડવામાં આવશે નહીં. અને તેમની સઘન તપાસ કરી તેમની સામે સખતમાં સખત કાર્યવાહી કરવા તપાસનીશ અધિકારીને અનુરોધ કર્યો છે. વધુમાં જણાવ્યુ છે કે, સભ્ય સમાજના પ્રત્યેક નાગરિકની સહાનુભૂતિ પીડિતાની સાથે જ છે  અને આ ઘટના માટે જે કંઈ પણ કરી છૂટવું પડશે તે કરી છૂટશે. તેવો સધિયારો પણ આપ્યો છે. અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવા માટે પણ તંત્રને ભલામણ કરી છે.




Latest News