વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

રાજ્યમાં સરકારની રચના સાથે જ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુદે સટાસટી: પાલિકાનું શું થશે ?


SHARE









રાજ્યમાં સરકારની રચના સાથે જ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુદે સટાસટી: પાલિકાનું શું થશે ?

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો તેના માટે પાલિકાના સતાધીશો અને સભ્યો જવાબદાર છે તેવા આક્ષેપ તો આગાઉ ઘણા થાય છે જો કે, આ કેસને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ પણ ગંભીતાથી લઈ રહ્યા છે ત્યારે મોરબી પાલિકાનો બચાવ કયાં સુધી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે ત્યારે રાજયમાં કાલે મુખ્યમંત્રી તરીકે વધુ એક વખત ભુપેન્દ્રભાઈ પટેલની શપથ વિધિ થવાની છે ત્યાર બાદ રાજ્ય સરકારની રચના થતાની સાથે જ મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના મામલે સટાસટીના સંકેત મળી રહ્યા છે અને મોરબી પાલીકાના ભવિષ્ય અંગેની કાલે સાંજે જ સ્પષ્ટતા થઈ જાય તેવી શક્યતા સેવાઇ રહી છે

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો તેના મુદે હાઇકોર્ટમા સૂઓમોટો કરવામાં આવેલ છે અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને આશુતોષ જે. શાસ્ત્રી સમક્ષ સૂઓમોટો તેમજ પીએલઆઈની સુનાવણી ચાલી રહી છે જેમાં હાઈકોર્ટે મોરબી પાલિકાને પક્ષકાર તરીકે જોડાવા માટે અગાઉ નોટિસ ફટકારી હતી જેથી કરીને પાલિકના ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા એફિડેવિટ સાથે હાઇકોર્ટમા છેલ્લી મુદતમાં પાલિકાનો જવાબ પણ રજૂ કરી દેવામાં આવેલ છે અને તા ૧૨/૧૨ ના રોજ આ કેસની વધુ સુનાવણી હાઇકોર્ટમાં થવાની છે અત્રે ઉલેખનીય છે કે, હાઇકોર્ટ દ્વારા આ દુર્ઘટનાને લઈને મોરબી પાલિકા, કલેક્ટર કચેરી પાસેથી ઝુલટા પુલના કરારને લગતી તમામ દસ્તાવેજી પુરાવે સીલ બંધ કવરમાં મંગાવી લેવામાં આવેલ છે અને સીટ દ્વારા આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે જો કે, પાલિકા અને અજંતા મેન્યુફેક્ચરિંગ (ઓરેવા ગ્રૂપ) વચ્ચે જે કરાર કરવામાં આવ્યો હતો અને જેટલા લોકો જુદાજુદા દસ્તાવેજોમાં સહીઓ કરવામાં આવી છે તે તમામ આજની તારીખે પણ પોલીસ પકડવામાં આવેલ નથી જેથી કરીને પોલીસે અને સરકારની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે

આ ઘટનામાં બાળકો સહિત કુલ મળીને ૧૩૫  લોકોના મોત થયા હતા. તેની પણ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધેલ છે તેવામાં રાજ્યમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને તા ૧૨ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી તારીખે ભુપેન્દ્રભાઈ પટેલ શપથ લેવાના છે ત્યારે રાજ્યના નવી સરકારની રચના થતાની સાથે જ મોરબીના ઝૂલતા પુલાની ઘટના મુદે સટાસટી થશે તેવા સંકેત મળી રહ્યા છે વધુમાં સૂત્રના કહેવા મુજબ આ ઘટનાને લઈને પ્રદેશ ભાજપના હવે ચર્ચા શરૂ થઈ ગયેલ છે જેથી કરીને શપથ વિધિ પછી પાલિકાની વિધિ કરવામાં આવે તો નવાઈ નથી અત્રે ઉલેખનીય છે કે, રાજકોટના કલકેટર અને અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ વચ્ચે ઝૂલતા પુલા માટે ૧૬/૮/૨૦૦૮ ના રોજ પહેલો કરાર કરવામાં આવ્યો હતો અને જે તા ૧૫/૬/૨૦૧૭ ના રોજ પૂરો થઈ ગયો હતો ત્યાર બાદ કોઈ ટેન્ડર બહાર પાડ્યા વિના અજંતાને કેમ કામ આપવામાં આવ્યું હતું ?, અજંતાની મુદત પૂરી થઈ તે પછી રાજકોટ કલેક્ટર અને મોરબી પાલિકા દ્વારા શું પગલાં લેવામાં આવ્યા હતા ? બીજી વખત કામ આપતા પહેલા પણ કેમ ટેન્ડર બહાર પડેલ નથી ?

આટલું જ નહીં અજંતાનો પહેલો કરાર પૂરો થયા પછી પણ પુલની જાળવણી અને સંચાલન અજંતા દ્વારા કેમ ચાલુ રાખવામાં આવ્યું હતું ?, અજંતા કંપનીએ તા ૧૪/૨/૨૦૨૦, ૩/૬/૨૦૨૨, ૧૭/૭/૨૦૨૨ અને ૨૭/૮/૨૦૨૨ સુધી વિવિધ તારીખે મોરબી કલેક્ટરને જાણ કરવામાં આવી હતી તો પણ કરાર રિન્યૂ થયો ન હતો અને સમારકામ કામ શરૂ થયું ન હતું જેથી અજંતાએ સંચાલન અને જાળવણી ચાલુ રાખી હતી અને પુલ જર્જરિત હોવાથી તા ૮/૩/૨૦૨૦ થી ૨૫/૧૦/૨૦૨૨ સુધી બંધ હતો. અને આ પુલને રિનોવેશન કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેના ગણતરીના દિવસોમાં જ તે તૂટી પડ્યો હતો જેથી દેશ આખો હચમચી ગયો હતો પરંતુ અફસોસની વાતએ છે કે જેની માલિકી છે તેની સામે કે પછી જેને કામ આપ્યું હતું તેની સામે હજુ સુધી કોઈ પગલાં કેમ લેવામાં આવેલ નથી ? ત્યારે ખાનગી સૂત્રો પાસેથી મળી માહિતી મુજબ રાજ્યમાં સરકારની રચના કરવા માટેનો ધમધમાટ હાલમાં ચાલી રહ્યો છે અને આ રચના કરવામાં આવ્યા બાદ પહેલું કામ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુદે સટાસટી બોલાવવાનું કરવામાં આવે તો નવાઈ નથી અને હાઇકોર્ટમમાંથી અગાઉની જેન સરકારે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ ૨૬૩ હેઠળની સત્તાઓનો ઉપયોગ કેમ કર્યો નથી તેવો સવાલ કરવામાં આવશે તો ટુતા જ પાલિકાની સામે સરકાર દ્વારા એક્શન લેવામાં આવશે તેવું હાલમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે




Latest News