વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના યમુનાનગરમાંથી દારૂની ૩૦ બોટલ સાથે એક ઝડપાયો


SHARE









મોરબીના યમુનાનગરમાંથી દારૂની ૩૦ બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં હનુમાનજી મંદિર પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની નાની ૩૦ બોટલો મળી આવતા પોલીસે ૧૨૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં એક આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર વિસ્તારમાં હનુમાનજી મંદિર પાછળના ભાગમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા ત્યાંથી દારૂની નાની ૩૦ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો જીગ્નેશ ઉર્ફે જીગો રોહિતભાઈ ચાવડા જાતે આહિર (૩૫) રહે. યમુનાનગર શેરી નંબર-૨ વાળાનો હોવાનું સામે આવતા પોલીસે અને તેની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે.

દેશી દારૂની ભઠ્ઠી

માળીયા મીયાણા તાલુકાના ખીરાઇ ગામેથી કાજરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અઢીસો લીટર આથો તેમજ ૩૦ લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય સાધન સામગ્રી મળીને ૧૧૪૦ રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી બિલાલભાઈ દાઉદભાઈ ભટ્ટી જાતે મિયાણા (૨૨) રહે. વીસીપરા કુલીનગર-૨ મોરબી મૂળ રહે ખીરાઈ વાળાની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News