ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના બગસરા ગામમાં ગેરકાયદેસર કબજો દુર નહિ થાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી


SHARE













માળિયા (મી)ના બગસરા ગામમાં ગેરકાયદેસર કબજો દુર નહિ થાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી

માળિયા મિયાણા તાલુકાના બગસરા ગામ પાસે સરકૃ જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે જેથી કરીને બગસરા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને હાલમાં રજૂઆત કરવામાં આવી છે અને સરકારી જમીન ઉપર કરાયેલ દબાણે દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો તંત્ર દ્વારા કામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ચિંમકી ઉચ્ચારી છે

માળિયા મિયાણા તાલુકાની બગસરા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન નાગજીભાઇ પીપળીયાએ કલેકટરને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે, બગસરા ગામ પાસે દરિયાકાંઠે રહેતા લોકોએ ગેરકાયદેસર માથાભારે ઇસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને ત્યાં તે લોકો વસવાટ પણ કરી રહ્યા છે અને આં શખ્સો દ્વારા દરીયાની સર્વે નંબરની તથા નીલ સર્વે નંબરની જમીનો ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે આટલું જ નહીં પરંતુ ગ્રામજનો ત્યાં જાય તો તેને ધમકીઓ આપવામાં આવે છે આ દરીયાઇ જમીનમાં અમારો કબ્જા છે તેવું કહીને ધમકાવીને ગેરકાયદે કાચા પાળા બનાવી લેવામાં આવેલ છે અને નીલ સર્વે નંબર ઉપર ગેરકાયદે મીઠુ ઉત્પાદન કરવાના હેતુથી મીઠા સર્વે નંબર ઉપર પ્લાન ઉભા કરેલા છે અને મીઠી જમીનને ખારી જમીન કરવામાં આવી રહી છે. જેથી માલધારીઓ ધાસ-ચારો નાશ પામી રહ્યો છે. અને મીઠી જમીન પર ગેરકાયદે મીઠાના ઢગલા કરવામાં આવી રહ્યા છે આં મુદે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી જો કે, કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને પરંતુ બગસરાની હદમાં આવતી તમામ જમીન પર સર્વે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ પ્રશ્નો નહિ ઉકેલાય તો આગમી દિવસોમાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ચીમકી ઉચ્ચરી છે






Latest News