વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મમુદાઢી હત્યા કેસમાં પકડાયેલા આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબીના મમુદાઢી હત્યા કેસમાં પકડાયેલા આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે મમુદાઢીની કાર ઉપર ફાયરિંગ કરીને તેની હત્યા કરવામાં આવી હતી આ ગુનામ ચાર આરોપીઓને પકડવાના બાકી છે જે પૈકીનાં એક આરોપીને પકડવામાં આવ્યો હતો અને આં આરોપીને ગુજસીટોકની સ્પેશ્યલ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીના હત્યાના ચકચારી કેસમાં મુખ્ય આરોપીને પકડવા સહિતની દિશામાં પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ગત તા. ૮/૯/૨૦૨૧ ના રોજ કાર ઉપર ફાયરિંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી જે ચકચારી હત્યા કેસમાં પાછળથી પોલીસે ગુજસીટોકનો ઉમેરો કર્યો હતો અને આ ગુનામ પહેલા પોલીસે કુલ મળીને ૧૪ આરોપીને ઝડપી લીધા હતા જો કે, ચાર આરોપીને પકડવાના બાકી હતા તે પૈકીનાં એક આરોપીની મોરબીની લીલપર ચોકડી પાસેથી પોલીસે ધરપકડ કરી હતી અને આરોપી હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર જાતે ફકીર રહે. વજેપર મેઈન રોડ દરગાહ પાસે મોરબી વાળાને રિમાન્ડની માંગણી સાથે રાજકોટમાં આવેલ ગુજસીટોકની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સરકારી વકીલે કરેલી દ્લિલને ધ્યાને લઈને કોર્ટે ગંભીર ગુનામાં પકડાયેલા આરોપીના ૧૪ દિવસ એટ્લે કે આગામી તા ૨૭ સુધી ના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી મોરબીના ડીવાયએસપી ઝાલાએ તેની ટીમ દ્વારા મુખ્ય આરોપી આરીફ મિર સહિત બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટેની તજવીજ કરવામાં આવશે તેની સાથોસાથ જુદાજુદા મુદાઓની તપાસ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે




Latest News