મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટ અને મહેન્દ્રનગર પાસે જુગારની બે રેડ: ચાર જુગારીઓ 25930 ની રોકડ સાથે ઝડપાયા


SHARE









મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તાર અને મહેન્દ્રનગર ગામે જુગારની જુદી જુદી બે રેડ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા કુલ મળીને ચાર જુગારીઓ મળી આવ્યા હોય પોલીસે 25,930 ની રોકડ સાથે ચારેય જુગારીઓને પકડીને જુગારધારા હેઠળ ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તાર શેરી નંબર બે-ત્રણ ની વચ્ચે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર ઇબ્રાહીમભાઇ અલીભાઈ દલ (60) રહે મહેન્દ્રપરા શેરી નંબર 8 મોરબી તથા દિલીપભાઈ અમરશીભાઈ જાદવ (42) રહે સજનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10800 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે જુગારની બીજી રેડ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ઉગમણા ઝાપા પાસે આવેલ મહાકાળી માતાજીના મંદિર પાસે કરવામાં આવી હતી અને ત્યાં જાહેરમાં મંદિરની બાજુમાં જુગાર રમતા યોગેશભાઈ રમેશભાઈ કડીવાર (26) રહે. ટીંબડી ગામના પાટીયા પાસે પરમેશ્વર કાંટા પાસે ઓરડીમાં અને રણજીત અજીતભાઈ હળવદિયા (35) રહે ભીમસર ઉમા ટાઉનશીપ સામે મોરબી વાળા ની 15,130 ની રોકડ સાથે ધરપકડ કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News