મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક પેપર મીલમાં મહિલાનું મોત નિપજાવનાર લોડર મશીનના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









વાંકાનેર નજીક પેપર મીલમાં મહિલાનું મોત નિપજાવનાર લોડર મશીનના ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના પંચસિયા પાસે આવેલ બ્રાઉનીયા પેપરમીલમાં કામ કરતાં યુવાનની પત્નીને લોડર મશીનના ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને તે મહિલાનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃતક મહિલાના પતિએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડર મશીનના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે આવેલ બ્રાઉનિયા પેપર મીલ નામના યુનિટમાં મજૂરી કામ કરતાં કરણસીંહ રસીયા પટેલ (૨૭)એ લોડર વાહન નંબર જી.જે ૩૬ એસ ૨૮૧૯ ના ચાલક ગુમાનભાઇ જોગડાભાઇ કટારા રહે. ખરસાણા તાલુકો જાલોદ જીલ્લો દાહોદ વાળાની સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૧૫/૧૧/૨૦૨૨ ના સવારના આશરે અગીયારેક વાગ્યાના અરસામાં તેની પત્ની કારખાનામાં કામ કરી રહી હતી ત્યારે ફરિયાદીની પત્ની સાગરદેવી કરણસીંહ પટેલ (૨૬) ને લોડર મશીનના ચાલકે હડફેટે લીધી હતી જેથી તેણીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેના મૃતદેહને જે તે સમયે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. આ બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ ત્યારે પ્રાથમિક તપાસ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી બીટ વિસ્તારના જમાદાર મૌમજીભાઇ ચૌહાણ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી હતી જો કે, યુવાન તેની પત્નીની અંતિમક્રિયામાં રોકાયેલ હોવાથી તેને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News