મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

તસ્કરો બેખોફ..? : મોરબીની રવિરાજ ચોકડી પાસે સરકારી કચેરીના સ્ટોરરૂમમાંથી ૨૩.૨૪ લાખના મુદામાલની ચોરી


SHARE









તસ્કરો બેખોફ..? : મોરબીની રવિરાજ ચોકડી પાસે સરકારી કચેરીના સ્ટોરરૂમમાંથી ૨૩.૨૪ લાખના મુદામાલની ચોરી

મોરબીના બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની કચેરીમાં સ્ટોર રૂમમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને ત્યાં મૂકવામાં આવેલ સબમર્સીબલ પંપ, ઈલેક્ટ્રીક મોટર તેમજ વાયર આમ કુલ મળીને ૨૩.૨૪ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ સુરતના વરાછા રોડ ઉપર આવેલ માતૃશક્તિ સોસાયટીના રહેવાસી અને હાલમાં મોરબીના બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની ઓફિસ એનસી-૭ પંપીંગ સ્ટેશન ખાતે રહેતા નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઈ રમેશભાઈ ચોરવડિયા જાતે પટેલ (ઉંમર ૩૩) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૨૩/૧૧ થી લઈને તા. ૧૩/૧૨ સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની કચેરીના સ્ટોર રૂમની પાછળની બાજુએ આવેલ બારીની ગ્રીલ તોડીને સ્ટોર રૂમમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં સ્ટોર રૂમમાં મૂકવામાં આવેલ ૭ સબમર્સીબલ પંપ, ૧૧ ઇલેક્ટ્રીક મોટર અને જુદી જુદી સાઈઝના ૧૦૧૩૩ મીટર કેબલ વાયર આમ કુલ મળીને ૨૩,૨૪,૩૪૪ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા નોંધાવવામાં આવેલ ચોરીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.

દેશી દારૂ

હળવદ તાલુકાના નવા ઇસનપુર અને જુના ઇસનપુર ગામની વચ્ચે કેનાલના નાળા પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતનો દેશી દારૂ બનાવવા માટેનો આથો કબજે કર્યો હતો અને આ માલ જુના ઇસનપુર ગામે રહેતા જયંતીભાઈ કેશાભાઈ વરાણીયા જાતે કોળીનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News