મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની ક્રિકેટ ટીમે ભોપાલ પ્રીમિયર લીગ જુનિયર્સનું ટાઇટલ જીત્યું


SHARE









મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની ક્રિકેટ ટીમે ભોપાલ પ્રીમિયર લીગ જુનિયર્સનું ટાઇટલ જીત્યું

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભોપાલ પ્રીમિયર લીગ જુનિયર્સની સીઝન વનમાં મોરબી ગુજરાતમાંથી જોડાનાર સૌરાષ્ટ્ર ઈગલ્સની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઈનલ મેચમાં મધ્યપ્રદેશની ટીમને ૬ વિકેટે પરાજય આપ્યો હતો અને તે પહેલા ઉત્તર પ્રદેશ સામેની મેચ રમાઈ હતી જે સેમિફાઇનલ બે વિકેટે જીતી હતી અને ભોપાલમાં રમાયેલી આ ટુર્નામેન્ટ સૌરાષ્ટ્ર ઇગલ્સ તરફથી કેપ્ટન વંશરાજસિંહ ઝાલાએ ટ્રોફી મેળવી હતી અને સૌરાષ્ટ્ર ઇગલ્સના લો તક્ષ ને બેસ્ટ બેટ્સમેન, જયવીરસિંહ ઝાલાને બેસ્ટ બોલર અને અંશ ભાકરને બેસ્ટ ફિલ્ડર જાહેર કરવામાં આવ્યા હતા અને સૌરાષ્ટ્ર ઇગલ્સના કોચ અલી ખાન, મનદીપ અને તુલસીએ તમામ ખેલાડીઓને ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી અને આ સફળતા માટે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ મિલન કાલુસ્કરે કોચ અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.




Latest News