મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ઝુલતા પુલ દુર્ઘટના મુદે મોરબી પાલિકા સુપરસીડ ન કરવા ૪૬ સભ્યોની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









ઝુલતા પુલ દુર્ઘટના મુદે મોરબી પાલિકા સુપરસીડ ન કરવા ૪૬ સભ્યોની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટના મુદે હાઇકોર્ટમાં સુઓમોટો અને પીએલઆઈની સુનાવણી ચાલી રહી છે ત્યારે મોરબી પાલિકા સુપરસીડ થાય તેવી સ્થિતિ છે તેવામાં મોરબી પાલિકાના ચૂંટાયેલા બાવન પૈકી ૪૬ જેટલા સભ્યોએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે જેમાં મોરબી પાલિકાને સુપરસીડ ન કરવાની માંગ કરી છે

મોરબી પાલિકાના ૪૬ સભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ઝૂલતા પુલ તુટી જવાની ઘટનામાં તેઓની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંય પણ સંડોવણી નથી અને પાલિકા તેમજ ઓરેવા કંપની વચ્ચે થયેલ કરારમાં તેઓની ક્યાંય સહી પણ નથી જેથી કરીને પાલિકાને સુપરસીડ કરતા પહેલા ન્યાયના હિતમાં અને પ્રજાના હીતમાં નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરી છે અને આ ઘટનામાં કસુરવાન સામે પગલા લેવામાં આવે તેવી પણ માંગ કરી છે

મોરબી પાલિકાએ ઓરેવા કંપની સાથે જે કરાર કરેલ છે તેમાં પાલિકાના ચીફ ઓફિસરની સહી છે અને ત્યાર બાદ જનરલ બોર્ડમાં આ ઠરાવને લેવા માટે જે રોજકામ કરવામાં આવ્યું હતું તેમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર દ્વારા સહી કરવામાં આવી છે જો કે, આ ઝૂલતા પુલના કરાર બાબતનો ઠરાવ જનરલ બોર્ડમાં લેવામાં આવેલ નથી આ મુદ્દે કોર્ટના આકરા વલણ બાદ સરકાર મોરબી પાલિકાને સુપર સીડ કરવાની તૈયારીમાં છે. ત્યારે પાલિકાના સભ્યોએ સામૂહિક રીતે લેખિતમાં રજૂઆત કરી પાલિકાને સુપરસીડ કરવામાં આવે તેના બદલે કસુરવાન સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે




Latest News