વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં અશોક નામ ધારણ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આસિફ મકરાણીની ધરપકડ


SHARE









મોરબીમાં અશોક નામ ધારણ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આસિફ મકરાણીની ધરપકડ

મોરબીમાં હિન્દુ છોકરીઓને ફસાવવા માટે વિધર્મી તત્વો દ્વારા જુદાજુદા પેંતર કરવામાં આવતા હોય છે ત્યારે તાજેતરમાં એક વિધર્મી યુવાને હિન્દુ નામ ધારણ કરીને સગીરાને ફસાવી હતી અને ધાકધમકી આપીને તેની સાથે વિધર્મી યુવાન દુષ્કર્મ આચરતો હતો જેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઇ છે. જેથી પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યાવહી કરેલ છે

મોરબી શહેરમાં અગાઉ પણ વિધર્મી તત્વો દ્વારા હિન્દુ દીકરીઓને ફસાવવામાં આવી હોવાનુ સામે આવી ચૂક્યું છે ત્યારે તાજેતરમાં મોરબીમાં રહેતા પરિવારની યુવતિએ એ ડિવિઝન પોલીસ ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું છે કે, આશિફ ઉર્ફે અશોક મામદભાઈ મકરાણી રહે. મકરાણીવાસ મોરબી વાળો તે પાંચ વર્ષ પહેલા ધો. ૧૦ માં ભણતી હતી ત્યારે ચિઠ્ઠી ફેંકીને આપી હતી અને સંપર્કમાં આવ્યો હતો અને ત્યાર બાદ બન્ને વચ્ચે વાતચિત શરૂ થઈ હતી. ત્યારે તેને પોતાનું નામ અશોક જણાવેલ હતું. અને ઇન્દિરાનગરમાં તેના ભાડાના મકાનમાં લઈ ગયો હતો. થોડીવાર વાતચીત કરી શરીર સબંધ બાંધવા કહ્યું હતું ત્યારે તેને ના કહેતા આ શખ્સે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદમાં માતા અને ભાઈને જાનથી મારી નાખવાની તેમજ સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપીને અવારનવાર તે બળજબરીથી શરીર સબંધ બાંધતો હતો. જો કે, આ શખ્સનું સાચું નામ આસિફ છે તે હમણાં સામે આવ્યું હતું અને આ શખ્સે કામના સ્થળે યુવતી કામ કરતી હતી ત્યાં આવીને ધરાર લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. ત્યાર બાદ યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે દુષ્કર્મ વખતે યુવતી સગીર હોય આસિફ નામના શખ્સ સામે પોકસો હેઠળ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં પોલીસે આ ગુનામાં આરોપી આશિફ ઉર્ફે અશોક મામદભાઈ મકરાણીની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવા માટે ચક્રોગરીમાં કરલે છે




Latest News