મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ૩૦ ટકા વ્યાજે રૂપિયા આપનારા બે વ્યાજખોરોએ યુવાનને પટાવડે-ઢીકાપાટુનો માર માર્યો


SHARE









મોરબીમાં ૩૦ ટકા વ્યાજે રૂપિયા આપનારા બે વ્યાજખોરોએ યુવાનને પટાવડે-ઢીકાપાટુનો માર માર્યો

મોરબીના યુવાનને વ્યાજખોરોને તોતિંગ વ્યાજ અને મુદ્દલની રકમ પરત આપી દીધી હતી છતાં પણ યુવાન પાસેથી પઠાણી ઉઘરાણી કરીને તેને સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલની પાછળના ભાગમાં પટાવડે તેમજ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ છરી બતાવીને મારી નાખવાનો ભય બતાવવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા બે વ્યાજખોરોની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી મંદિરની પાછળની ભાગમાં મેઘાણીની વાડીમાં રહેતા નીતિનભાઈ ભગવાનજીભાઈ ડાભી જાતે સતવારા (૩૦) એ હાલમાં વિમલભાઈ નટુભાઈ પરમાર રહે, ઘુનડા રોડ ન્યુ એરા સ્કૂલની સામે બુટાની વાડી તેમજ ભોલુભાઈ જારીયા રહે. રવાપર વાળાની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેણે અલગ અલગ સમયે આ બંને શખ્સ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને વ્યાજે લીધેલ પૈસાનું ઊંચું વ્યાજ ચૂકવીને વ્યાજની રકમ તેમજ મુદળ રકમ બંને આરોપીઓને પરત આપી દીધી હતી તેમ છતાં પણ આરોપીઓએ તેની પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને બળજબરી પૂર્વક પઠાણી ઉઘરાણી કરી હતી અને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલની પાછળના ભાગમાં વિમલભાઈ પરમારે ફરિયાદી યુવાનને ઢીકા પાટુનો માર માર્યો હતો અને ભોલુ જારીયાએ ફરિયાદી યુવાનના ગળા ઉપર છરી રાખીને ભય બતાવીને પટાવડે માર માર્યો હતો અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં ભોગ બનેલા યુવાન પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તેને વિમલ પરમાર પાસેથી ૧૮ લાખ રૂપિયા ૩૦ ટકા વ્યાજે લીધા હતા અને ભોલુ જારીયા પાસેથી ૪.૫ લાખ રૂપિયા ૩૦ ટકા વ્યાજે લીધા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં બિલાડીના ટોપની જેમ વ્યાજખોરના હાટડા ધમધમી રહ્યા છે અને તેમાં કોના રૂપિયા ફેરવવામાં આવી રહ્યા છે તે પણ જગ જાહેર છે તો પણ તોતિંગ વ્યાજ લેનારા વ્યાજખોરોની સામે આકરા પગલાં લેવામાં આવતા નથી તે હક્કિત છે




Latest News