મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિરે કનકેશ્વરી દેવીજીની હાજરીમાં સેવા સંસ્થા સ્નેહમિલન યોજાયું


SHARE









મોરબીના ખોખરા હનુમાન મંદિરે કનકેશ્વરી દેવીજીની હાજરીમાં સેવા સંસ્થા સ્નેહમિલન યોજાયું

ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત) દ્વારા મોરબી જિલ્લામાં સેવા કાર્ય દ્વારા સુવાસ ફેલાવતી જુદી જુદી સંસ્થા તથા વ્યક્તિગત સેવા કરતા કાર્યકરોનું સેવા સંસ્થા સ્નેહ મિલન મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે રાખવામા આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સેવા સંસ્થાઓના સેવા કાર્યને બિરદાવીને સમાજ ઉત્થાન માટે સતત કાર્યરત રહેવાની હાકલ કરી હતી. રાજકોટ વિભાગ સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારાએ વ્યક્તિગત સેવાને પણ મહત્વ આપી કાર્યકરોને સતત સેવામય બની કાર્ય કરવા પ્રેરક ઉદબોધન આપ્યું હતું. તો મહામંડલેશ્વર ૧૦૦૮ કનકેશ્વરી દેવીજીએ આ પ્રસંગે પૂર્ણ સમય ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે જે સેવાકાર્ય થાય છે તે ખૂબ જ સારી રીતે સમાજના બધા વર્ગ માટે થાય છે તે વંદનીય છે અને સેવા સંસ્થા સ્નેહ મિલનના આ કાર્યક્રમને કનકેશ્વરી દેવીજીએ બિરદાવ્યો હતો. આ તકે અલગ અલગ સેવા સંસ્થાના કાર્યકરો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ, મોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયા, મોરબી જિલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા




Latest News